CLT20માં નહીં રમી શકે રોહિત, કેપ્ટન્સી માટે ભજ્જી-પોલાર્ડ રેસમાં
રાયપુર, 11 સપ્ટેમ્બરઃ મુંબઇ ઇન્ડિયન્સના કોચ જ્હોન રાઇટે પૃષ્ટિ કરી છેકે સુકાની રોહિત શર્માની આંગળી અને ખભામાં ઇજા હોવાના કારણે ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટમાં તે રમી શકશે નહીં. એવા સમાચાર મળી રહ્યાં છેકે રોહિત શર્માની અનઉપસ્થિતિમાં ટીમની કમાન હરભજન સિંહ અથવા તો કિરોન પોલાર્ડને આપવામાં આવી શકે છે. જોકે હજુ સુધી સુકાની પદને લઇને કોઇ ચર્ચા કરવામાં આવી નથી, કોચ જ્હોન રાઇટ અનુસાર આગામી 24 કલાકની અંદર ટીમના સુકાનીના નામની જાહેરાત થઇ શકે છે.
જ્હોન રાઇટે બુધવારે પત્રકારો સાથે કરેલી વાતચીત દરમિયાન કહ્યું કે, અમે આ નિર્ણય ઘણા લાંબા સમયથી ટાળી રાખ્યો હતો, કારણ કે અમને એવી આશા હતી કે રોહિત શર્મા ફીટ થઇ શકે પરંતુ એવું થઇ શક્યું નથી. અમે નવા સુકાનીની જાહેરાત આગામી 24 કલાકની અંદર કરી દઇશું. અમારી પાસે એવા ખેલાડીઓ છે, જેમણે પહેલા આ ભુમિકા નિભાવી છે અને તેઓ સફળ રહ્યાં છે. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ- વિરાટ કોહલી બન્યો ટી20 ક્રિકેટનો બાદશાહ, ભારત બીજા નંબરે
આ પણ વાંચોઃ- ICCએ કરી લાલ આંખ ને આ 10 બોલર પર લાગ્યો પ્રતિબંધ
આ પણ વાંચોઃ- આ વિસ્ફોટક બેટ્સમેનોએ ટી20માં કર્યો છે છગ્ગાનો વરસાદ

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માને થઇ હતી ઇજા
તાજેતરમાં જ ભારતીય ટીમે કરેલા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રોહિત શર્માને જમણા હાથની આંગળીમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેના ખભામાં દુખાવો થયો હતો. તેણે તાજેતરમાં જ બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી અને તપાસ બાદ એનસીએ ફિજિયોથેરેપિસ્ટે તેને ચાર અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આઠમી ઓક્ટોબરથી શરૂ થનારી વનડે શ્રેણી પહેલા ફીટ થવા માટે તે એનસીએમાં અમુક સમય વિતાવી શકે છે.

પોલાર્ડને મળી શકે છે સુકાની પદ
બારબાડોસ ટ્રિડેન્ટ્સે પોલાર્ડની આગેવાનીમાં આ સત્રમાં વેસ્ટ ઇન્ડિઝના ઘર આંગાણાની લીગમાં સારું પ્રદર્શન કર્યું છે, આ ઉપરાંત હરભજન સિંહ અને શ્રીલંકન બોલર લસિથ મલિંગા પણ સુકાની પદની દૌડમાં છે. હરભજનના નેતૃત્વ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સે 2011માં પોતાની પહેલું ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યું હતું.

આરકેસીમાં પ્રેક્ટિસ શરૂ
આરકેસીમાં સવારથી નાદર્ન નાઇટ્સ છત્તીસગઢની એ ટીમ સાથે અભ્યાસ મેચ રમી રહી છે. બપોરે 2 વાગ્યે મુંબઇ ઇન્ડિયન્સ છત્તીસગઢની બી ટીમ સાથે અભ્યાસ મેચ રમનારી છે.

લાહોર લાયન્સ ભારત પહોંચી
ચેમ્પિયન્સ લીગ ટી20 ક્રિકેટમાં સામેલ થવા પાકિસ્તાનની ટીમ લાહોર લાયન્સ અને શ્રીલંકન ટીમ સદર્ન એક્સપ્રેસ પણ દિલ્હી પહોંચી ગઇ છે. જણાવવામાં આવી રહ્યું છેકે, દિલ્હીમાં પાકિસ્તાનની ટીમ લાહોર લાયન્સની સુરક્ષા માટે આઇબી એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
