IPL 2025 : IPL માં વિદેશી ખેલાડીઓ માટે મોટા નિર્ણયની તૈયારીમાં બીસીસીઆઈ
આઈપીએલમાં આવતી સિઝન પહેલા મેગા ઓક્શન યોજાવાનું છે. આ ઓક્શન સાથે સાથે બીસીસીઆઈ વિદેશી ખેલાડીઓને લઈને કેટલીક જાહેરાત કરી શકે છે.
BCCI અને IPL ટીમના માલિકોની બેઠક પહેલા એક મોટો ખુલાસો થયો છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે IPL ટીમોના માલિકોએ વિનંતી કરી છે કે BCCI એ વિદેશી ખેલાડીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે, જેઓ અંતિમ ક્ષણે સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચે છે.

સમાચારો અનુસાર, આ મુદ્દો એક કે બે નહીં પરંતુ મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે, તેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટૂંક સમયમાં આ વિષય પર મોટો નિર્ણય લઈ શકે છે.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, જેસન રોય, એલેક્સ હેલ્સ અને વાનિન્દુ હસરંગા સહિતના ઘણા ખેલાડીઓએ મહત્વપૂર્ણ સમયે ઘણી વખત ટુર્નામેન્ટમાંથી તેમના નામ પાછા ખેંચી લીધા છે.
હરાજીમાં ઓછા પૈસા મળવાને કારણે ઘણીવાર આવું થાય છે. આ મુદ્દાએ IPL મેનેજમેન્ટને વિચારવા મજબૂર કરી દીધું છે. સામાન્ય રીતે ખેલાડીઓ અંગત કારણો અને ઈજાને ટાંકીને ટુર્નામેન્ટ ન રમવાનું નક્કી કરે છે. ઘણી ટીમોના મેનેજમેન્ટ માટે આ સમસ્યા બની ગઈ છે.
એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણા ખેલાડીઓ મેગા ઓક્શનને વધુ મહત્વ આપતા નથી. તેના બદલે તેઓ મીની ઓકશનમાં ભાગ લેવા માંગે છે કારણ કે મીની ઓકશન તેમને મેગા ઓકશન કરતા વધુ રકમ મેળવી શકે છે.
બીસીસીઆઈના અધિકારીઓ અને આઈપીએલ ટીમના માલિકો વચ્ચે ભૂતકાળમાં પણ બેઠકો થઈ છે, પરંતુ આ વખતે ઘણા મોટા મુદ્દાઓ પર વિચારણા થઈ શકે છે.
PL 2024ની વાત કરીએ તો ડેવિડ વિલી અને જેસન રોય સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાંથી પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. 31મી જુલાઈએ યોજાનારી આ બેઠકમાં મેગા ઓક્શન, ટીમ પર્સ અને ઈમ્પેક્ટ પ્લેયરના નિયમો પર પણ મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
