આ ખેલાડીએ ભારત તરફથી ફટકારી હતી પહેલી ટેસ્ટ સદી
ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 15 માર્ચ 1877ના રોજ થઇ હતી. ત્યારથી લઇને અત્યારસુધીમાં 2100 કરતા પણ વધારે ટેસ્ટ મેચો રમાઇ ગઇ છે અને અસંખ્ય રનો તથા રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં પ્રસ્થાપિત થઇ ચૂક્યા છે. પરંતુ શું તમને એ વાતની ખબર છેકે ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા ટોપ 10 દેશો તરફથી પહેલી ટેસ્ટ સદી કયા ખેલાડી અને ક્યારે તથા કોની સામે ફટકારવામાં આવી હતી. આજે આપણે સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ સહિતના ખેલાડીઓએ ફટકારેલી રેકોર્ડબ્રેક સદી અંગે વાત કરીએ છીએ પરંતુ આપણમાંથી અનેક એવા હશે જેમને એ માલુમ નહીં હોય કે ઓસ્ટ્રેલિયા તરફથી કોણે પહેલી સદી ફટકારી હતી અથવા તો ભારત તરફથી પહેલી ટેસ્ટ સદી કોણે લગાવી હતી.
આજે અમે અહીં ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા 10 દેશો તરફથી ફટકારવામાં આવેલી પહેલી ટેસ્ટ સદી અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ જેમાં જે-તે દેશના ખેલાડીનું નામ, તેણે ફટકારેલો સ્કોર, કયા વર્ષમાં અને કોની સામે ફટકારી હતી તે અંગે જણાવવામાં આવ્યું છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

ચાર્લ્સ બેન્નરમેન
દેશઃ ઓસ્ટ્રેલિયા
1877માં મેલબોર્ન ખાતે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ચાર્લ્સ બેન્નરમેન નામના ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટનો પહેલો બોલ રમ્યો હતો અને ક્રિકેટ ઇતિહાસની પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી, તેમજ રિટાયર્ડ હર્ટ થનારા પહેલા ખેલાડી હતી.

ડબલ્યુ જી ગ્રાસ
દેશઃ- ઇંગ્લેન્ડ
ડબલ્યુ જી ગ્રાસ નામના ખેલાડીએ 1880માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 152 રનની ઇનિંગ રમી હતી. આ ટેસ્ટ ક્રિકેટની બીજી સદી હતી. જે ચાર ટેસ્ટ મેચ બાદ ફટકારવામાં આવી હતી.

જીમ્મી સિન્કલેઇર
દેશઃ- દક્ષિણ આફ્રિકા
કેપટાઉન ખાતે 1898-99માં રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન જીમ્મી સિન્કલેઇરે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા તરફથી પહેલી ટેસ્ટ સદી ફટકારતા 106 રન બનાવ્યા હતા.

ક્લિફોર્ડ રોચ
દેશઃ- વેસ્ટ ઇન્ડિઝ
બ્રિજટાઉ ખાતે 1930માં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી પહેલી ટેસ્ટ સદી ક્લિફોર્ડ રોસે ફટકારી હતી, તેમણે 122 રન બનાવ્યા હતા.

સ્ટિવ ડેમ્પસ્ટેર
દેશઃ- ન્યુઝીલેન્ડ
ન્યુઝીલેન્ડ તરફથી પહેલી સદી સ્ટિવ ડેમ્પસ્ટેર દ્વારા 1930માં ઇંગ્લેન્ડ સામે ફટકારવામાં આવી હતી. જેમાં તેમણે 136 રન બનાવ્યા હતા.

લાલા અમરનાથ
દેશઃ- ભારત
લાલા અમરનાથ ભારતના પહેલા સુપર સ્ટાર ક્રિકેટર હતા. જેમણે ઇંગ્લેન્ડ સામે 1933માં ભારત તરફથી પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી અને 118 રન બનાવ્યા હતા.

નઝર મોહમ્મદ
દેશઃ- પાકિસ્તાન
1952-53માં પાકિસ્તાન તરફથી પહેલી ટેસ્ટ સદી નઝર મોહમ્મદ દ્વારા ફટકારવામાં આવી હતી અને તેમણે 124 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ સદી ભારત સામે ફટકારવામાં આવી હતી.

સિદથ વેટ્ટિમુની
દેશઃ- શ્રીલંકા
1982માં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સિદથ વેટ્ટિમુનીએ શ્રીલંકા તરફથી પહેલી ટેસ્ટ સદી ફટકારી હતી અને 157 રન બનાવ્યા હતા.

ડેવ હ્યૂટન
દેશઃ- ઝિમ્બાવ્વે
ચાર્સ બેન્નરમેન બાદ ઝિમ્બાવ્વેના ડેવ હ્યૂટન એવા બીજા ખેલાડી હતા કે જેમણે પોતાની પહેલી જ ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ ઝિમ્બાવ્વે તરફથી ફટકારવામાં આવેલી પહેલી સદી હતી. 1992માં રમાયેલી મેચમાં તેમણે ભારત સામે 121 રન બનાવ્યા હતા.

અમિનુલ ઇસ્લામ
દેશઃ- બાંગ્લાદેશ
2000માં ભારત સામે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશ તરફથી પહેલી સદી અમિનુલ ઇસ્લામ દ્વારા ફટકારવામાં આવી હતી. તેમણે 145 રન બનાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
