આ છે IPL હરાજીના ઇતિહાસમાં ટોચના 10 સૌથી મોંઘા ખેલાડીઓ, વાંચો યાદી
Top 10 most expensive players in IPL history: આજે આઈપીએલ મેગા ઓક્શન શરૂ થયું છે. આ સાથે ખેલાડીઓ સાથે ફેન્સની ધડકન પણ વધી રહી છે. ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝીસ વચ્ચે રીતસરની હોડ જામતી જોવા મળી રહી છે.
આ હરાજીમાં રિષભ પંતે ઈતિહાસ રચ્યો છે. રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. રિષભ પંતને RTM હેઠળ લખનઉ સુપર જાયન્ટ્સે રૂપિયા 27 કરોડમાં ખરીદ્યો છે, અને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી બન્યો છે, જ્યારે શ્રેયસ અય્યર નંબર 2 પર છે. આઈપીએલના ઈતિહાસમાં ઐયર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે.
પંજાબ કિંગ્સે આરટીએમનો ઉપયોગ કરીને ઐયરને રૂપિયા 26.75 કરોડમાં ખરીદ્યો છે. આવા સમયે, ત્રીજા નંબર પર મિશેલ સ્ટાર્ક છે, જેને KKR દ્વારા 2024 IPLની હરાજીમાં 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
રિષભ પંત માટે સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનઉ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. લખનઉએ 27 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી હતી અને દિલ્હી કેપિટલ્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો ન હતો.

આ પહેલા શ્રેયસ અય્યરને પંજાબ કિંગ્સે 26 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, ઘણા સમયથી ઐયર માટે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ વચ્ચે સ્પર્ધા ચાલી હતી, પરંતુ અંતે પંજાબનો વિજય થયો હતો.
શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો હતો, જેને KKRએ છેલ્લી હરાજીમાં 24 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
મિશેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પંજાબે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદે રૂપિયા 18 કરોડની છેલ્લી બોલી લગાવી હતી, જે આરટીએમ દ્વારા ચેન્નાઇ સુપર કિંગ્સે અર્શદીપ પર પ્રથમ બોલી લગાવી હતી, જેણે રૂપિયા 2 કરોડની બેઝ કિંમતે હરાજીમાં પ્રવેશ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાને ગુજરાત ટાઇટન્સે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે 15 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
IPL હરાજીના ઇતિહાસમાં ટોચના 10 સૌથી મોંઘા ખેલાડીઓ
- રિષભ પંત (ભારત): રૂપિયા 27 કરોડ (LSG, 2025)
- શ્રેયસ ઐયર (ભારત): રૂપિયા 26.75 કરોડ (PBKS, 2025)
- મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા): રૂપિયા 24.75 કરોડ (KKR, 2024)
- પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા): રૂપિયા 20.50 કરોડ (SRH, 2024)
- સેમ કુરન (ઇંગ્લેન્ડ): રૂપિયા 18.50 કરોડ (PBKS, 2023)
- અર્શદીપ સિંહ (ભારત): રૂપિયા 18 કરોડ (PBKS, 2024)
- કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા): રૂપિયા 17.50 કરોડ (MI, 2023)
- બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ): રૂપિયા 16.25 કરોડ (CSK, 2023)
- ક્રિસ મોરિસ (દક્ષિણ આફ્રિકા): રૂપિયા 16.25 કરોડ (RR, 2021)
- યુવરાજ સિંહ (ભારત): રૂપિયા 16 કરોડ (DC, 2015)
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
