T20 World Cup 2024 : ઈંગ્લેન્ડને હરાવતા જ રોહિત શર્માના નામે મોટો રેકોર્ડ, ધોની-ગાંગુલીના લિસ્ટમાં સામેલ થયો
T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને શાનદાર અંદાજમાં હાર આપી છે. આ હાર બાદ રોહિત શર્માનું નામ ધોની-ગાંગુલીના લિસ્ટમાં સામેલ થયુ છે.
T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલમાં રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે 57 રનની ઈનિંગ રમીને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને 171ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

આ ઈનિગ સાથે રોહિત શર્માએ રેકોર્ડની સિરીઝ બનાવી છે. તે એમએસ ધોની, વિરાટ કોહલી, મોહમ્મદ અઝહરુદ્દીન અને સૌરવ ગાંગુલીની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત તેણે ભારતના કેપ્ટન તરીકે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.
કેપ્ટન તરીકે 5,000 રન
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની મેચમાં 57 રનની ઈનિંગ રમીને ભારતના કેપ્ટન તરીકે 5000 ઈન્ટરનેશનલ રન પૂરા કર્યા. આ સિદ્ધિ મેળવનાર રોહિત ભારતનો 5મો કેપ્ટન છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે તેણે 122 મેચમાં 5,013 રન બનાવ્યા છે.
ધોની, કોહલી, અઝહરુદ્દીન અને ગાંગુલીની બરાબરી
આ પહેલા વિરાટ કોહલી, એમએસ ધોની, મોહમ્મદ અઝહરુદ્દીન અને સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના કેપ્ટન તરીકે 5,000 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ યાદીમાં રોહિતથી આગળ સૌરવ ગાંગુલી છે, જેણે ભારતીય કેપ્ટન તરીકે 195 મેચ રમી અને 7,643 રન બનાવ્યા છે.
આ લિસ્ટમાં અઝહરુદ્દીન ત્રીજા સ્થાને છે, જેણે 221 મેચમાં 8,095 રન બનાવ્યા છે. જો કે ધોનીએ સૌથી વધુ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે, પરંતુ તે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન નથી. તેણે 332 મેચમાં 11,207 રન બનાવ્યા છે.
આ લિસ્ટમાં સૌથી ઉપર વિરાટ કોહલીનું નામ છે, જેણે 213 મેચમાં ભારતની કેપ્ટનશિપ દરમિયાન 12,883 રન બનાવ્યા છે.
રોહિત શર્માના કરિયર પર નજર કરીએ તો તેણે ભારત માટે અત્યાર સુધીમાં 478 મેચ રમી છે, જેમાં તેણે કુલ 19,011 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. રોહિતે 157 T20 મેચમાં 4,165 રન બનાવ્યા છે. બીજી તરફ ODI ક્રિકેટમાં તેણે 262 મેચ રમીને 10,709 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં રોહિતના નામે 59 મેચમાં 4,137 રન છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
