T20 WC Semi Final: બાબર-રિઝવાનની તોફાની બેટીંગ, જીત સાથે પાકિસ્તાનની ફાઇનલમાં એન્ટ્રી
આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 153 રન બનાવ્યા હતા. પાકિસ્તાન ન્યુઝીલેન્ડને 153 રન પર રોકવામાં સફળ રહ્યું હતુ. જે
આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 152 રન બનાવ્યા હતા. પાકિસ્તાન ન્યુઝીલેન્ડને 152 રન પર રોકવામાં સફળ રહ્યું હતુ. જે બાદ પાકિસ્તાન 19.1 ઓવરમાં રન બનાવી જીત મેળવી હતી. આ જીત સાથે પાકિસ્તાન વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગયુ છે.

ઉલ્લેખનિય છેકે પાકિસ્તાને 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. પાકિસ્તાને મેચ જીતીને ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. આવતી કાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની છે. જેમાંથી જીતનારી ટીમ પાકિસ્તાન સામે ટકરાશે અને ફાઇનલમાં જીતનાર ટીમ ચેમ્પિયન બનશે.

પાકિસ્તાનની જબરજસ્ત બેટીંગ
153 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. બંને ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. બંને બેટ્સમેનોએ માત્ર 12.4 ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 105 સુધી પહોંચાડી દીધો હતો. જે બાદ બાબર આઝમ 53 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી તરફ મોહમ્મદ રિઝવાને પણ 57 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના બંને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી. ટ્રેન્ટ બોલ્ટે બંને બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

શાહીનની બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા ફેલ
જોકે કેપ્ટન કેન વિલિયમસને 46 રનની ઇનિંગ રમી અને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તે રનની ગતિ વધારી શક્યો નહીં. તેણે 42 બોલમાં 46 રન બનાવ્યા હતા. તે જ સમયે, ડેરિલ મિશેલે 53 રનની ઇનિંગ રમીને ન્યૂઝીલેન્ડની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી, પરંતુ ટીમ ચોક્કસપણે 15-20 રન ઓછી હતી, જેનું નુકસાન ન્યૂઝીલેન્ડને ચૂકવવું પડ્યું હતું. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ખરાબ શરૂઆત બાદ પાકિસ્તાનનુ કમબેક
આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમે જે રીતે શરૂઆત કરી તે ઘણી નિરાશાજનક રહી. ભારત બાદ પાકિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વે સામેની મેચ હારીને વર્લ્ડ કપમાંથી લગભગ બહાર થઈ ગઈ હતી. પરંતુ સાઉથ આફ્રિકા જે રીતે નેધરલેન્ડ સામેની મેચ હારી ગયું, તેનાથી પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી વળ્યું અને પાકિસ્તાને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને એક પછી એક મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
