LSG vs DC: રસાકસી બાદ દિલ્હી કેપિટલ્સની જીત, આશુતોષ શર્માએ રમી શાનદાર ઈનિંગ
LSG vs DC: IPL 2025ની આજે 4થી મેચ રમાઈ હતી. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.
આ મેચ ડૉ. વાય એસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંગ કરી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટસે 109 રન 8 વિકેટના નુકસાન સાથે બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે એક વિકેટે મેચ જીતી લીધી હતી. જેમાં આશુતોષ શર્માએ શાનદાર ઈનિંગ રમી હતી.
આશુતોષે 31 બોલમાં 66 રન બનાવ્યા હતા. જેમાં તેણે 5 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. વિપરાજે 15 બોલ પર 39 રન બનાવ્યા હતા. જેમાં 5 ચોક્કા અને 2 છક્કા લગાવ્યા હતા.
ત્રિસ્તાન સ્ટબે 24 બોલ પર 32 રન ફટકાર્યા હતા. આ સાથે ફાક ડુપ્લેસિસે 18 બોલ પર 29 રન બનાવ્યા હતા. આ ઉપરાંત અક્ષર પટેલે 11 બોલ પર 22 રન બનાવ્યા હતા.

લખનઉ સુપર જાયન્ટસ તરફથી બોલિંગ કરતા શાર્દુલ ઠાકુર, મનિમારન સિદ્ધાર્થ, રવિ બિશ્નોઈ અને દિવ્યેશ રાઠીએ 2-2 વિકેટ લીધી હતી.
લખનઉ સુપર જાયન્ટસ તરફથી બેટિંગ કરતા એઈડન માર્કરમે 13 બોલમાં 15 રન ફટકાર્યા હતા, જે વિપરાજ નિગમના બોલ પર મિશેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. જે બાદ મિશેલ માર્સે 36 બોલમાં 72 રન બનાવ્યા હતા. જેમાં તેણે 6 સિક્સ અને 6 ફોર ફટકારી હતી.
આ સાથે નિકોલસ પૂરણે 30 બોલમાં 75 રન ફટકાર્યા હતા. આ સાથે ઋષભ પંત, શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઈ ઝિરો રને આઉટ થયા હતા.
દિલ્હી કેપિટલ તરફથી બોલિંગ કરતા મિશેલ સ્ટાર્કે 4 ઓવરમાં 42 રન આપવાની સાથે 3 વિકેટ પણ ઝડપી છે. આ ઉપરાંત કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી છે. આ સાથે વિપરાજ અને મુકેશ કુમારે 1-1 વિકેટ લીધી છે.
લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ 11 - એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બડોની, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ડેવિડ મિલર, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11 - જેક ફ્રેઝર-મેકગર્ક, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ (વિકેટકીપર), સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
