KKR vs DC : દિલ્હીએ ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરવાનો નિર્ણય
દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવા જઈ રહેલા આઈપીએલના મુકાબલામાં દિલ્હીએ ટોસ જીત્યો છે અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સને તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ પહેલા રાજસ્થાન રોયલ્સ ટીમે પણ કોલકાતાને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું.

દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો જેક ફ્રેઝર-મેકગર્કના આગમન બાદ દિલ્હીની ટીમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. દિલ્હી કેપિટલ્સ તેની અગાઉની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવવામાં સફળ રહી હતી.
જો દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માંગે છે તો તેણે કોઈપણ કિંમતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આ મેચ જીતવી પડશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ તેની છેલ્લી પાંચમાંથી ત્રણ મેચ હારી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 261 રન બનાવવા છતાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી. ફરી એકવાર દિલ્હી અને KKR વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા છે.
બંને ટીમો પાસે વિસ્ફોટક બેટ્સમેન છે. સુનીલ નારાયણ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સિઝનમાં બેટથી તબાહી મચાવી રહ્યો છે. સુનીલ નારાયણ, ફિલ સોલ્ટ ઉપરાંત આન્દ્રે રસેલ પાસેથી પણ રનની અપેક્ષા રાખવામાં આવશે.
દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના યુવા બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્કે છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 27 બોલમાં 84 રન બનાવ્યા હતા.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
