IPL 2020: આ ત્રણ ખેલાડીઓ રાજસ્થાન રોયલ્સમાં ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચરની જગ્યા લઈ શકે છે!
રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી જોફ્રા આર્ચરની ઈજાગ્રસ્ત થવાની ખબરથી રાજસ્થાનની ટીંમને મોટો ઝડકો લાગ્યો છે. પાછળની સીઝનમાં ડેથ ઓવરોમાં અનેક વખત ટીમને ઉગારનાર આર્ચરના બહાર થવાથી હવે ટીમ તેનો વિકલ્પ શોધે
રાજસ્થાન રોયલ્સના સ્ટાર ખેલાડી જોફ્રા આર્ચરની ઈજાગ્રસ્ત થવાની ખબરથી રાજસ્થાનની ટીંમને મોટો ઝડકો લાગ્યો છે. પાછળની સીઝનમાં ડેથ ઓવરોમાં અનેક વખત ટીમને ઉગારનાર આર્ચરના બહાર થવાથી હવે ટીમ તેનો વિકલ્પ શોધે તે સીધી વાત છે. જોફ્રા આર્ચરના ઇજાગ્રસ્ત થવાની ખબરને ઇસીબીએ સમર્થન આપ્યું છે અને જમણી કોણીમાં ઇજા થઇ હોવાનું જણાવ્યું છે. લો ગ્રેડ ફેક્ચર હોવાના કારણે તે આઇપીએલ નહિ રમી શકે. જો કે બીજી તરફ રાજસ્થાનને આર્ચરના જલ્દી ઠીક થઈ જવાની ઉમ્મીદ છે. આર્ચર ઇજાગ્રસ્ત થતા હવે તેની જગ્યા કોણ લેશે તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આજે અમે તમને એ 3 ખેલાડીઓની વાત કરવાના છીએ જે ઇજાગ્રસ્ત આર્ચરની જગ્યા લઈ શકે છે.

ડેનિયલ સમ્સ
સિડની ઠંડરનો આ બોલર રાજસ્થાન માટે આર્ચરનો વિકલ્પ બની શકે છે. ડેનિયલ બીબીએલ સીઝનમાં સૌથી વધુ 30 વિકેટ લઈ ચુક્યો છે. જેના પરિણામે 17 મેચમાં ટીમની જીત થઈ હતી. માત્ર 20 લાખની બેઝિક પ્રાઈઝ વાળો સમ્સ આર્ચરનો સારો વિકલ્પ બની શકે એમ છે.

માર્ક વુડ
ઇંગ્લેન્ડનો આ સ્ટાર ખેલાડી તેની રફતારના કારણે જાણીતો છે. માર્ક આર્ચરનું તે સીધુ રિપ્લેસમેન્ટ બની શકે છે. હમણાં હમણાં દક્ષિણ આફ્રિકા સામે માર્કનું પરફોર્મન્સ પ્રભાવી રહ્યું છે. રાજસ્થાનમાં ડ્રેસિંગ રૂમમાં પહેલાથી જ જોસ બટલર સને બેન સ્ટોક્સ જેવા બોલર છે ત્યારે હરાજીમાં 50 લાખની બેઝ પ્રાઈઝ સાથે અનસોલ્ડ રહેલા આ ખેલાડીની એન્ટ્રી થતા બોલિંગ ઓર્ડર વધુ મજબૂત થઈ શકે છે.

બેન કટિંગ
અલગ અલગ ફ્રેન્ચાઇઝી તરફથી રમી ચુકેલો બેન એક અનુભવી ખેલાડી છે. બેનની સૌથી મોટી વાત એ છે કે તે એક સારો ઓલરાઉન્ડર અને મજબૂત ફિલ્ડર છે. બોલિંગ સાથે સાથે બેન જરૂર પડે ત્યારે બેટથી પણ કમાલ કરી શકે છે. 75 લાખની કિંમતનો આ ખેલાડી આર્ચરનું રિપ્લેસમેન્ટ બની શકે છે.
આ પણ વાંચો: ઋચા ચઢ્ઢાએ શેર કર્યો Video: દરિયામાં પડી ગયો આઈફોન, વ્હેલે મહિલાને આપ્યો પાછો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
