IND vs SA : કોણ છે ભારત માટે ડેબ્યુ કરનાર રમનદીપ સિંહ? KKR એ ઓક્શન પહેલા જ કરોડો ચુકવ્યા
Ramandeep Singh Debut : ભારતીય ક્રિકેટ ટીમમાં રમનદીપ સિંહે ડેબ્ચુ કર્યુ છે. દક્ષિણ આફ્રિકા સામે T20 મુકાબલાથી રમનદીપ સિંહે ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી છે.
દક્ષિણ આફ્રિકા સામે ત્રીજા T20 મુકાબલામાં ભારતીય ટીમમાં મોટા ફેરફાર કરાયા છે. દક્ષિણ આફ્રિકન કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

આ વખતે અવેશ ખાનની જગ્યાએ ભારતીય ટીમમાં રમનદીપ સિંહને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રમનદીપ સિંહ આ તકનો ફાયદો ઉઠાવીને પોતાની જગ્યા પાક્કી કરવા ઇચ્છશે.
રમનદીપ સિંહને IPLમાં તેના શાનદાર પ્રદર્શનનું ફળ મળ્યું છે. IPL 2024 માં રમનદીપે શાનદાર બોલિંગ અને બેટિંગથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. અવેશ ખાનની જગ્યાએ રમનદીપ સિંહને ટીમમાં જગ્યા મળી છે. સેન્ચુરિયનમાં રમાઈ રહેલી આ મેચમાં રમનદીપ ટીમ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રમનદીપ સિંહ પોતાની T20 કારકિર્દીમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું છે. રમનદીપ માટે 57 મેચની 37 ઇનિંગ્સમાં 544 રન બનાવ્યા અને 170ના સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી. આ સાથે તેની બોલિંગ શાનદાર રહી અને 16.06ની એવરેજ તેમજ 7.86ની ઈકોનોમી સાથે 16 વિકેટ લીધી છે.
તેનું સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 64 રન છે, જ્યારે બોલિંગમાં 20 રનમાં 3 વિકેટ લેવી તેના માટે ખાસ વાત રહી છે. રમનદીપને KKR દ્વારા IPL 2025 માટે 4 કરોડ રૂપિયા ચૂકવીને રિટેન કર્યો છે.
રમનદીપ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમોનો ભાગ રહ્યો છે. રમનદીપ સિંહે વર્ષ 2022માં IPLમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેણે પાંચ મેચમાં 45 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 6 વિકેટ પણ લીધી હતી.
2024માં KKR માટે રમતી વખતે તેનું પ્રદર્શન થોડું અલગ હતું. તેણે 14 મેચમાં 201.61ના સ્ટ્રાઈક રેટથી 125 રન બનાવ્યા પરંતુ બોલિંગમાં તેને કોઈ વિકેટ મળી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
