બેટ્સમેને ફટકાર્યા 27 બોલમાં 132 રન, બોલર્સને રહેશે હંમેશા યાદ
જો કોઈ બેટ્સમેન મળીને 27 બોલમાં 132 રન ફટકારે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ લંકા પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં આવો જબરદસ્ત વિસ્ફોટ જોવા મળ્યો હતો. જે ક્રિકેટના મેદાન પર બહુ ઓછો જોવા મળે છે.
નવી દિલ્હી : જો કોઈ બેટ્સમેન મળીને 27 બોલમાં 132 રન ફટકારે તો કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ લંકા પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં આવો જબરદસ્ત વિસ્ફોટ જોવા મળ્યો હતો. જે ક્રિકેટના મેદાન પર બહુ ઓછો જોવા મળે છે. લંકા પ્રીમિયર લીગની ફાઈનલ મેચમાં જાફના કિંગ્સે ગાલે ગ્લેડીયેટર્સને હરાવી ટ્રોફી જીતી હતી. આ મેચમાં જાફના કિંગ્સના બેટ્સમેન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. આ ટીમના બેટ્સમેનોએ માત્ર 27 બોલમાં 132 રન બનાવ્યા હતા.

બોલરને અવિસ્મરણીય આંચકો આપ્યો
જો તમે વિચારી રહ્યા હોવ કે આ ચમત્કાર કેવી રીતે થયો તો અમે તમને જણાવીએ. વાસ્તવમાં જાફના કિંગ્સના બેટ્સમેનોએ 27 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી132 રન બનાવ્યા હતા.
જાફના કિંગ્સના 5 બેટ્સમેન્સે મળીને 12 સિક્સર અને 15 ફોર ફટકારી હતી. આ દરમિયાન કુલ 72 રન છગ્ગાથી અને 60 ચોગ્ગાથી બનાવ્યાહતા.
એકંદરે આ બેટ્સમેનોએ 27 બોલમાં ચોગ્ગા અને છગ્ગાની મદદથી 132 રન લૂટી લીધા હતા. જાફના કિંગ્સના બેટ્સમેન્સે ગાલે ગ્લેડીયેટર્સના બોલર્સને અવિસ્મરણીય આંચકો આપ્યો હતો.

કયા બેટ્સમેન્સે 27 બોલમાં 132 રન બનાવ્યા?
પ્રથમ બેટિંગ કરતા જાફના કિંગ્સના બેટ્સમેન્સે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન શ્રીલંકાના અવિષ્કા ફર્નાન્ડોએ 41 બોલમાં 8 ચોગ્ગા અને 2છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાનના ગુરબાઝે 18 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 35 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડના ટોમ કોએલરે 41બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનના શોએબ મલિકે 11 બોલમાં 2 છગ્ગાની મદદથી 23 રન બનાવ્યા હતા. શ્રીલંકાનાથિસારા પરેરાએ 9 બોલમાં 2 સિક્સરની મદદથી 17 રન બનાવ્યા હતા.

જાફનાએ ફાઇનલમાં જીત મેળવી હતી
ગુરુવારની રાત્રે મહેન્દ્ર રાજપક્ષે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા જાફના કિંગ્સે 3 વિકેટે 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતોઅને ત્યારબાદ ગાલેની ટીમને 9 વિકેટે 178 રન પર રોકી દીધી હતી.
જાફના કિંગ્સે ઉચ્ચ સ્કોરિંગ ફાઇનલમાં ગાલે ગ્લેડીયેટર્સને 23 રને હરાવીને સતત બીજી વખતલંકા પ્રીમિયર લીગ (LPL) ટાઇટલ જીત્યું હતું. જાફના કિંગ્સે 2020માં લીગની પ્રથમ સિઝનમાં પણ ગાલે ગ્લેડીયેટર્સને 53 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું.

ગ્લેડીયેટર્સ ટાઈટલ જીતવાથી 23 રન દૂર રહ્યું
જીત માટેના 202 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગેલે ગ્લેડીયેટર્સે પણ જોરદાર શરૂઆત કરી હતી. તેના બંને ઓપનરોએ ગાલે ગ્લેડીયેટર્સ માટે સૌથી વધુ રન બનાવ્યાહતા.
ગુણાથિલકાએ 21 બોલમાં 54 રન અને કુસલ મેન્ડિસે 28 બોલમાં 39 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ 178 રન જ બનાવી શકી હતી અને 23 રનથી મેચ હારી ગઈહતી.
જાફના કિંગ્સ તરફથી હસરંગા અને ચતુરંગાએ 2-2 વિકેટ લીધી હતી. ફાઈનલ મેચમાં 41 બોલમાં 63 રન બનાવનારા અવિષ્કાને પ્લેયર ઓફ ધ મેચ જાહેરકરવામાં આવ્યો હતો.
આ સાથે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આવિષ્કાએ ટૂર્નામેન્ટમાં 10 મેચમાં 1 સદી, 2 અડધી સદી સાથે 312રન બનાવ્યા હતા અને તે બીજા સૌથી સફળ બેટ્સમેન હતા. અવિષ્કા ફર્નાન્ડોએ ટુર્નામેન્ટમાં એકમાત્ર સદી ફટકારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
