મુંબઇ ઇન્ડિયને રિટેન ન કરતા હાર્દિક પાંડ્યા થયો ઇમોશનલ, સોશિયલ મીડીયામાં કરી પોસ્ટ
IPL 2022માં 10 ટીમ આવતાં રિટેન્શન પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થયા હતા. તેવામાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા સહિત ઘણા મેચ વિનર્સને રિટેન ન કરતા ટીમના ખેલાડી ભાવુક થયા છે. ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ મુંબઈ સાથેન
IPL 2022માં 10 ટીમ આવતાં રિટેન્શન પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થયા હતા. તેવામાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા સહિત ઘણા મેચ વિનર્સને રિટેન ન કરતા ટીમના ખેલાડી ભાવુક થયા છે. ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ મુંબઈ સાથેની પોતાની સફર અંગે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શેર કરી માહિતી આપી છે. તેણે આ વીડિયોમાં યાદ આયેંગે વો પલ સોન્ગ એડ કરી ભાવુક પોસ્ટ શેર કરી છે. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓફિશિયલ અકાઉન્ટે પણ ઈમોશન કોમેન્ટ કરી લોકોનું ધ્યાન ખેચ્યું છે.

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ રિટેન્શનમાં MI ટીમે રિટેન કર્યો નથી. જેના પરિણામે આજે હાર્દિકે સોશિયલ મીડિયામાં એક ભાવુક વીડિયો પોસ્ટ કરી શરૂઆતથી અત્યારસુધીની સફર વર્ણવી છે. તેણે આ વીડિયોમાં યાદ આયેંગે વો પલ સોન્ગ એડ કરી કેપ્શનમાં લખ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી મને જે કંઈ પણ યાદો આપી છે તે હું જીવનભર યાદ રાખીશ. આ ટીમમાં મારા સારા મિત્રો પણ બન્યા, સ્ટાફ સાથે સારા સંબંધોથી લઈ ફેન્સે આપેલા પ્રેમને હું હંમેશા યાદ રાખીશ અને હું તમામનો આભારી છું.
હું એક પ્લેયરની સાથે માણસ તરીકે મુંબઈની ટીમમાં વિકસ્યો છું. આ ટીમમાં હું એક યુવા ખેલાડી તરીકે આવ્યો હતો અને MIના સારા-ખરાબ દરેક સમયમાં અમે એકસાથે રહ્યા છીએ. અમે સાથે જીત્યા, હાર્યા અને લડ્યા. આ તમામ યાદો મારા દિલમાં હરહંમેશ રહેશે. લોકો કહે છે કે દરેક સારી યાદ અને પળનો એક અંત હોય છે, પરંતુ મુંબઈ સાથે પસાર કરેલો દરેક સમય મારા દિલમાં રહેશે.
MIએ હાર્દિકની પોસ્ટમાં જવાબ આપતા લખ્યું મુંબઈથી ઈન્ડિયા સુધી તારી સફર શાનદાર રહી, અમને તારી સાથે આ સફર ખેડવાનો ગર્વ છે. યાદ આયેંગે યે પલ.... આ ક્ષણ હરહંમેશ યાદ આવશે.

આ ખેલાડીઓને કર્યા રીટેન
મુંબઈ ઈન્ડિયન્સે 16 કરોડ રૂપિયામાં કેપ્ટન રોહિત શર્મા, 12 કરોડ રૂપિયામાં જસપ્રીત બુમરાહ, 8 કરોડ રૂપિયામાં સૂર્યકુમાર યાદવ અને 6 કરોડ રૂપિયામાં કિરોન પોલાર્ડને રિટેન કર્યા છે. ઉલ્લેખનીય છે કે હવે રોહિત શર્મા ઈન્ડિયન ટીમના T20 કેપ્ટન હોવાથી MIએ તેને ગત વર્ષ કરતાં 1 કરોડ રૂપિયાની રકમ વધારે આપી ટીમમાં રિટેન કર્યો છે. ગત સીઝનમાં રોહિત શર્માને 15 કરોડ રૂપિયા મળ્યા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
