ENG vs NZ: ચાલતી મેચમાં કપડાં વિના ઘૂસ્યો એક વ્યક્તિ
વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી મેચમાં એક એવો નઝારો જોવા મળ્યો, જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા હતા.
વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે રમાયેલી મેચમાં એક એવો નઝારો જોવા મળ્યો, જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા હતા. ખરેખર મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડની ઇંનિંગમાં 34મી ઓવરમાં એક નગ્ન વ્યક્તિ સુરક્ષાઘેરો તોડીને ગ્રાઉન્ડમાં પહોંચી ગયો. ગ્રાઉન્ડમાં આવ્યા પછી તે કોઈ પણ ખેલાડીને મળ્યો નહીં, તે ત્યાં ડાન્સ કરવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ પીચ પર નગ્ન વ્યક્તિ કરતબો બતાવવા લાગ્યો હતો.

તે વ્યક્તિના મેદાનમાં ઘુસ્યા પછી ઘણા સમય સુધી મેચ અટકી રહી. ત્યારપછી સુરક્ષાકર્મીઓ જયારે તેને પકડવા માટે ગ્રાઉન્ડ પર આવ્યા, ત્યારે તેને તેમને પણ ખુબ દોડાવ્યા. એટલું જ નહીં પરંતુ તેને ખેલાડીઓ પાસે જઈને ઉલ્ટા સીધા ઈશારા પણ કર્યા. બેટિંગ કરી રહેલા ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ લાથમ અને મિચેલ સેન્ટનર અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ તેની આ હરકતને જોતા રહ્યા. આખરે ચાર-પાંચ સિક્યોરિટી ગાર્ડ આવ્યા અને તેને કપડાથી ઢાંકીને મેદાનની બહાર લઇ ગયા.
Well this went well. #CWC19 @RiversideDurham #EngvNl #streaker pic.twitter.com/3K0MVNrNcW
— Just Beef (@Ajk316) July 3, 2019
આપને જણાવી દઈએ કે ગઈ કાલે રમાયેલી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડ જીતી ચૂક્યું છે. તેમને પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકશાને 305 રન બનાવ્યા હતા, જયારે બીજી ઇંનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45 ઓવરમાં 186 રન પર ઓલઆઉટ થઇ ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
