DC vs PBKS: કોરોનાના લીધે BCCIએ લીધો મોટો નિર્ણય, પૂણેથી મુંબઇમાં શિફ્ટ કરી મેચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળ્યો. સોમવારે દિલ્હી કેપિટલ્સના કેટલાક સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હી તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેમાં રમવાની હતી,
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળ્યો. સોમવારે દિલ્હી કેપિટલ્સના કેટલાક સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હી તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેમાં રમવાની હતી, પરંતુ હવે બીસીસીઆઈએ કોરોનાને કારણે મોટો નિર્ણય લીધો છે.

શાહે પુષ્ટી કરી
હવે સમાચાર સામે આવ્યા છે કે પંજાબ કિંગ્સ સામે દિલ્હીની મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પુણે, ગહુંજે (એમસીએ સ્ટેડિયમને બદલે મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ) ખાતે રમાશે. 19 એપ્રિલના રોજ IPLની બેઠકમાંબીસીસીઆઈના સચિવ જય શાહે મંગળવારે આ નિર્ણય લીધો હતો. મેચ પહેલા ખેલાડીઓ અને ટીમના સભ્યોની RT-PCR ટેસ્ટ પણ થશે, ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સોશિયલ મીડિયાના સભ્યો પણ ચપેટમાં
આ પહેલા સોમવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે દિલ્હીના ઓલરાઉન્ડર મિશેલ માર્શ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે દિલ્હીના અન્ય કેટલાક સભ્યો પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ, સ્પોર્ટ્સ મસાજ થેરાપિસ્ટ ચેતન કુમાર, ટીમ ડૉક્ટર અભિજિત સાલ્વી અને સોશિયલ મીડિયા સભ્ય આકાશ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

16 એપ્રિલથી દરરોજ કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ
હડકંપ પછી અન્ય ખેલાડીઓ અને દિલ્હીના સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને ખેલાડીઓને મુંબઈમાં પ્રેક્ટિસ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીના ખેલાડીઓનો RT PCR ટેસ્ટ પણ 16 એપ્રિલથી દરરોજ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ચોથો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. દિલ્હીની ટીમ આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. તે આમાંથી માત્ર બે મેચ જીતી શક્યો છે, જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
