આઇપીએલમાં 'ક્રિસ' સુનામીઃ ગેઇલે ફટકારી ફાસ્ટેસ્ટ સદી
બેંગ્લોર, 23 એપ્રિલઃ બેંગ્લોર ખાતે રમાઇ રહેલી પુણે વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વચ્ચેની આઇપીએલની 31મી મેચમાં જાણે કે મેદાન પર ક્રિસ નામની રનોની સુનામી ફુંકાઇ હતી, જ્યારે બેંગ્લોર તરફથી રમી રહેલા વેસ્ટ ઇન્ડિઝના તુફાની બેટ્સમેન ક્રિસ ગેઇલે ચોગ્ગા છગ્ગાનો વરસાદ કર્યો હતો.
ટોસ જીતીને બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી બેટિંગ કરવા ઉતરેલા ક્રિસ ગેઇલ આજે મેદાન પર તરખાટ મચાવવા અને વિરોધી ટીમના બોલર્સની ધોલાઇ કરવાના ઉદ્દેશથી જ આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ક્રિસ ગેઇલે પોતાની આક્રમક અંદાજમાં બેટિંગ કરતા આઇપીએલની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી.
ગેઇલે માત્ર 31 બોલનો સામનો કરીને 100 રન બનાવ્યા હતા. જેમાં તેણે 11 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. અત્રે નોંધનીય છે કે એન્ડ્ર્યુ સાયમન્ડ્સ દ્વારા ફટકારવામાં આવેલી 34 બોલમાં સદીનો રેકોર્ડ તોડીને ટી20 ક્રિકેટની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. ગેઇલના ચોગ્ગા-છગ્ગાના વરસાદથી બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ નિહાળવા માટે આવેલા બેંગ્લોરની ટીમના સમર્થકો રીતસરના ઝૂમી ગયા હતા, જ્યારે પુણે વોરિયર્સના ચાહકો અને ક્રિકેટર્સમાં સન્નાટો છવાઇ ગયો હતો.
બેંગલોર દ્વારા મળેલા અધધ 263 રનના લક્ષ્યને પાર કરવા માટે પૂણેની ટીમ મેદાનમાં ઉતરી હતી. પરંતુ તે નિર્ધારિત ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 133 રન બનાવી શકી હતી અને બેંગલોર સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પૂણે તરફથી સ્ટીવન સ્મિથે સર્વાધિક 41 રન બનાવ્યા હતા. જ્યારે એમ આર માર્સે 25, કપ્તાન એ જે કિંચે 18, યુવરાજ સિંહે 16 રન બનાવ્યા હતા.

આઇપીએલમાં 'ક્રિસ' સુનામી

આઇપીએલમાં 'ક્રિસ' સુનામી

આઇપીએલમાં 'ક્રિસ' સુનામી

આઇપીએલમાં 'ક્રિસ' સુનામી

આઇપીએલમાં 'ક્રિસ' સુનામી

આઇપીએલમાં 'ક્રિસ' સુનામી

આઇપીએલમાં 'ક્રિસ' સુનામી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
