શિખરની અડધી સદીથી પાકની ફૈસલાબાદ ટીમ હારી
મોહાલી, 19 સપ્ટેમ્બરઃ સુકાની શિખર ધવન(59)ની સતત બીજી અર્ધ શતકીય ઇનિંગ અને પોતાની શાનદાર બોલિંગની મદદથી સનરાઇઝ હૈદરાબાદ ટીમને બુધવારે પાકિસ્તાનની ફેસલાબાદ વૂલ્ભ્સ ટીમને હરાવી ચેમ્પિયન્સ લીગ-2013ના મેઇન રાઉન્ડમાં સ્થાન બનાવી લીધું છે. સનરાઇઝર્સે પંજાબ ક્રિકેટ સંઘ મેદાન પર રમાયેલી પોતાની બીજી ક્વોલિફાઇંગ મેચમાં વૂલ્ભ્સને સાત વિકેટથી હરાવી છે. વૂલ્ભ્સની આ સતત બીજી હાર છે. આ પહેલાંની મેચમાં ઓટાગો વોલ્ટ્સે તેને આઠ વિકેટથી હરાવ્યું હતું. વોલ્ટ્સે બુધવારે શ્રીલંકાની કાંદૂરાતા મરૂંસને મૂખ્ય દ્વારમાં પહોંચી ચુકી છે.
આ રીતે વૂલ્ભ્સની સાથોસાથ મરૂંસનો સફર પણ સમાપ્ત થઇ ચૂક્યો છે. શુક્રવારે મરૂંસ અને વૂલ્ભ્સ વચ્ચે અંતિમ દોરની ક્વાલીફાઇંગ મેચ રમાશે, પરંતુ આ મેચ બન્ને માટે પ્રતિષ્ઠા બચાવવાથી વિશેષ કંઇ નહીં હોય. વોલ્ટ્સ અને સનરાઇઝર્સ પણ આમને-સામને હશે અને બન્નેનું લક્ષ્ય અજેય રહીંને મેઇન રાઉન્ડનો સફર શરૂ કરવો પડશે. જો કે, સનરાઇઝર્સ માટે વૂલ્ભ્સ દ્વારા આપવામાં આવેલા 128 રનનો લક્ષ્યાંક સહેલો સાબિત થયો. તેણે આ લક્ષ્ય 17.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. મરૂંસ વિરુદ્ધ મંગળવારે 71 રનની ઇનિંગ રમનાર ઘવને ફરી એકવાર આગેવાની કરતા 50 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો.
પાર્થિવ પટેલે(23) સાથે સુકાનીએ પહેલી વિકેટ માટે તાબડતોડ અંદાજમાં 68 રન જોડીને જીતનો આધાર નક્કી કરી લીધો. ત્યારબાદ તેણે ડ્યૂમિની(અણનમ 20) સાથે બીજી વિકેટ માટે 44 રન જોડીને આ આધારને વધુ મજબૂત કરી દીધો. પટેલે 21 બોલમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા, જ્યારે ડ્યૂમિનીએ 27 બોલમાં એક ચોગ્ગો લગાવ્યો. ડારેન સેમીએ છ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 14 રનની ઇનિંગ રમી હતી.

-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
