સુપર ઓવરમાં દિલ્હી સામે બેંગ્લોરનો વિજય
બેંગ્લોર, 17 એપ્રિલઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી ડેર ડેવિલ્સ વચ્ચે રમાયેલા રોમાંચક મેચમાં આરસીબીએ દિલ્હી પર શાનદાર વિજય હાંસલ કર્યો. મેચનો નિર્ણય સુપર ઓવરમાં આવ્યો આ સીઝનમાં દિલ્હીની આ સતત પાંચમી હાર છે, જ્યારે આરસીબી આ જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઇ છે.
153 રનોના ટાર્ગેટનો પીછો કરતા બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ શાનદાર 65 રનની ઇનિંગ રમી. જો કે, ક્રિસ ગેઇલે આ મેચમાં બે છગ્ગા લગાવ્યા પરંતુ પોતાનો ઝલવો દેખાડવામાં નાકામ રહ્યો. મોર્કલની ઓવરમાં ગેઇલ 13 રનના વ્યક્તિગત સ્કોરમાં ઉમેશ યાદવના હાથે કેચ આઉટ થઇ ગયો. બેંગ્લોર તરફથી લોકેસ રાહુલએ 12, એબીડી વિલિયર્સે 39 રન બનાવ્યા. મેચ અંતિમ ઓવર સુધી ખેંચાયો અને આખરે સ્કોર લેવલ તઇ ગયો. આ સ્થિતિમાં નિર્ણય સુપર ઓવરમાં આવ્યો.

આ પહેલા, બેંગ્લોરના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. દિલ્હીના બેટ્સમેને સારી શરૂઆત આપી પરંતુ તેને મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યાં નહીં. પારીના અંતમાં કેદાર જાધવ 29 અને ઇરફાન પઠાણ 19 (બન્ને અણનમ)ને ઝડપી બોલિંગની મદદથી દિલ્હી બેંગ્લોરના 153 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહ્યું. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બન્ને ટીમોએ ચાર-ચાર પેસરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા અને એક-એક સ્પિનરને મેદાન પર ઉતાર્યા હતા.
ડેવિડ વોર્નર અને વિરેન્દ્ર સેહવાગની ઓપનિંગ જોડીએ દિલ્હીને સારી શરૂઆત અપાવી. આ દરમિયાન સેહવાગે આક્રમક રૂખ અપનાવ્યો જ્યારે વોર્નર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. વિનય કુમારની એક ઓવરમાં વોર્નર કેચ આઉટ થઇ ગયો અને દિલ્હીને પહેલો ઝટકો 43 રન પર પહોંચ્યો. આ જ સ્કોર પર મેક્ડોનાલ્ડે કોહલીના હાથે સેહવાગને કેચ આઉટ કરાવી દીધો. મનપ્રીત જુનેજા(17), મહેલા જયવર્દને(28)એ ઇનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો. જુનેજા ઉનડકટની ઓવરમાં આઉટ થયો જ્યારે મહેલા રનઆઉટ થયો હતો. બેન રોહરર(14) કોઇ કમાલ કરી શક્યો નહીં. જો કે, ઇરફાન અને જાધવે અંતિમ બે ઓવરમાં 30 રનની ભાગીદારી નોંધાવી હતી. જાધવે 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો જ્યારે પઠાણે આઠ બોલનો સામનો કરીને બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
