જન્મદિવસે નશીલુ ડ્રીંક પીવડાવીને નેશનલ લેવલની શૂટર સાથે બળાત્કાર, કોચ સામે કેસ ફાઇલ
બંને વચ્ચે છેલ્લા બે વર્ષથી રીલેશન હતા. કોચે મહિલા ખેલાડી સાથે લગ્નનું વચન પણ આપ્યુ હતુ...
નેશનલ લેવલની એક મહિલા શૂટરે પોતાના કોચ પર નશીલુ ડ્રીંક પીવડાવીને બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. પોલિસે કોચની સામે કેસ ફાઇલ કરી દીધો છે.

મહિલા ખેલાડીને લગ્નનું ખોટુ વચન આપ્યુ
પોલિસમાં ફાઇલ થયેલ ફરિયાદમાં મહિલા ખેલાડીએ કહ્યુ કે લગભગ બે વર્ષથી તેની અને કોચ વચ્ચે સંબંધો હતા. બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇંડિયાના શૂટીંગ રેંજમાં પ્રેકટીસ કરતા હતા અને આરોપી તેને ગાઇડ કરતો હતો. કોચે મહિલા ખેલાડીને લગ્ન કરવાનું વચન આપ્યુ હતુ.
જન્મદિવસે આવીને છેતરપીંડીથી કર્યો બળાત્કાર
મહિલાએ ફરિયાદમાં કહ્યુ કે તેના જન્મદિવસે અભિનંદન આપવા કોચ ચાણક્યપુરીમાં તેના ઘરે આવ્યો હતો. તેણે સોફ્ટ ડ્રીંકમાં નશીલુ દ્રવ્ય મેળવીને તેને પીવા માટે આપી દીધુ. સોફ્ટ ડ્રીંક પીતા જ મહિલા બેભાન થઇ ગઇ અને કોચે તેની સાથે બળાત્કાર કર્યો. કોચે લગ્નનો કર્યો ઇનકાર મહિલા ખેલાડીનું કહેવુ છે કે ઘટના બાદ કોચ સાથે તેણે લગ્નની વાત કરી હતી પરંતુ તેણે ના પાડી દીધી. કોચે મહિલાને શૂટિંગ રાઇફલથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મહિલા ખેલાડીએ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલા સાથે બળાત્કારની પુષ્ટિ
મેડીકલ તપાસમાં મહિલા ખેલાડી સાથે બળાત્કારની પુષ્ટિ કરવામાં આવી છે. વિશેષ પોલિસ કમિશ્નર એમ કે મીનાએ આ વિશે જણાવ્યુ કે આરોપી સામે બળાત્કારનો કેસ ફાઇલ કરીને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આરોપી સામે આઇપીસીની ધારા 376 અને 328 હેઠળ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. પોલિસ સ્ટેશનમાં આરોપીને બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
