કોણ સૌથી વધુ શક્તિશાળી- દક્ષિણ કોરિયા કે ઉત્તર કોરિયા?
પોંગયાંગ, 6 એપ્રિલઃ ઉત્તર કોરિયાએ પોતાની મિસાઇલ લોન્ચર્સમાં મધ્યમ દૂરીની મિસાઇલ્સને તૈનાત કરી દીધી છે. જેના કારણે આખા વિશ્વમાં કૌતુહલ મચી ગયો છે કે, આખરે ઉત્તર કોરિયાની હવે પછીની યોજના શું છે. દક્ષિણ કોરિયા તરફથી યુદ્ધની આશંકા પણ મજબૂત થઇ ગઇ છે. તેવામાં દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે બન્ને દેશોમાં કયો દેશ સૌથી વધારે શક્તિશાળી છે, ઉત્તર કોરિયા, જેની પાસે પરમાણુ બોમ્બ છે કે દક્ષિણ કોરિયા, જેની પાસે અમેરિકન સહયોગ છે.
અમે અહીં બન્ને દેશોની સેનાઓની તુલના કરીશું. અમે આ આકંડાઓ અંગ્રેજી અખબાર ટીઓઆઇ અને લંડનના સમાચાર પત્ર ધ ગાર્ડિયનમાંથી લીધેલા છે. રક્ષા બજેટની વાત કરીએ તો ઉત્તર કોરિયાનું વાર્ષિક રક્ષા બજેટ 8.2 બિલિયન ડોલર છે, જ્યારે દક્ષિણ કોરિયાનું 30.8 બિલિયન ડોલર છે. કેટલીક બાબતોમાં ઉત્તર કોરિયા મજબૂત છે, તો કેટલીક બાબતે દક્ષિણ કોરિયા. આમ તો જવાનોની વાત કરીએ તો ઉત્તર કોરિયાની ત્રણ સેનાઓમાં 12 લાખ જવાનો છે, જ્યારે 77 લાખ જવાનો રિઝર્વમાં છે. તો દક્ષિણ કોરિયામાં ત્રણેય સેનાઓમાં 6.33 લાખ જવાનો છે અને 30 લાખ રિઝર્વમાં છે. અને 28 હજાર જવાનો અમેરિકાના છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
ઉત્તર કોરિયા પહેલાંથી જ અમેરિકા અને દક્ષિણ કોરિયા પર પરમાણું હુમલો કરવાની ધમકી આપી ચૂક્યું છે, તેથી જો આ યુદ્ધ થયું તો વિશ્વના અન્ય દેશો પર તેનો પ્રભાવ પડી શકે છે. ઉત્તર કોરિયાએ તેના પૂર્વીય તટો પર મધ્યમ મારક ક્ષમતા વાળી મુસુદન મિસઇલ તૈનાત કરી છે, જે અલગ સંકેત આપી રહી છે. મુસુદન મિસાઇલની મારક ક્ષમતા 3000 કિમીથી વધારે છે અને તેના દાયરામાં આખું દક્ષિણ કોરિયા, જાપાન અને પ્રશાંત મહાસાગર સ્થિત અમેરિકન ક્ષેત્ર ગુઆમ આવે છે. આમ તો વિશ્વનો એક પણ દેશ યુદ્ધ નથી ઇચ્છતો પરંતુ આગળ શું થવાનું છે તે તો ઉત્તર કોરિયા જ નક્કી કરશે.

રક્ષા બજેટ
રક્ષા બજેટની વાત કરીએ દક્ષિણ કોરિયા રક્ષા પર ઘણો બધો ખર્ચ કરે છે, જો કે, તેણે હજુ સુધી પરમાણું બોમ્બ બનાવ્યો નથી. ઉત્તર કોરિયાનું વાર્ષિક રક્ષા બજેટ 8.2 બિલિયન ડોલર છે, જ્યારે દક્ષિણ કોરિયાનું 30.8 બિલિયન ડોલર છે.

સેનાના જવાન
જવાનોની વાત કરીએ તો ઉત્તર કોરિયાની ત્રણ સેનાઓમાં 12 લાખ જવાનો છે, જ્યારે 77 લાખ જવાનો રિઝર્વમાં છે. તો દક્ષિણ કોરિયામાં ત્રણેય સેનાઓમાં 6.33 લાખ જવાનો છે અને 30 લાખ રિઝર્વમાં છે. અને 28 હજાર જવાનો અમેરિકાના છે.

રિઝર્વમાં સેનાના જવાન
જવાનોની વાત કરીએ તો ઉત્તર કોરિયાની ત્રણ સેનાઓમાં 12 લાખ જવાનો છે, જ્યારે 77 લાખ જવાનો રિઝર્વમાં છે. તો દક્ષિણ કોરિયામાં ત્રણેય સેનાઓમાં 6.33 લાખ જવાનો છે અને 30 લાખ રિઝર્વમાં છે. અને 28 હજાર જવાનો અમેરિકાના છે.

ટેન્ક
ટેન્કોની સંખ્યાના મામલે દક્ષિણ કોરિયા પાછળ છે. ઉત્તર કોરિયા પાસે 4100 ટેન્ક છે, જ્યારે દક્ષિણ પાસે 2400. જેમાં નાની-મોટી તમામ ટેન્ક સામેલ છે. આ સંખ્યામાં ઘણા નાના વેપન કેરિયરનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આર્ટિલરી
ઉત્તર કોરિયા પાસે 32,100 આર્ટિલરી છે, જ્યારે દક્ષિણ પાસે 11,700. પરંતુ દક્ષિણ કોરિયાની આર્ટિલરી વધારે પ્રભાવી છે. દક્ષિણ પાસે 56 અમેરિકન ગન પણ છે.

યુદ્ધ હેલીકોપ્ટર
ઉત્તર કોરિયાની સેનામાં 300 યુદ્ધક હેલીકોપ્ટર છે તો દક્ષિણમાં આ સંખ્યા 680 છે. જો કે, દક્ષિણ કોરિયામાં 120 અમેરિકન હેલિકોપ્ટર પણ તૈનાત છે.

સર્વિસ કોમબેટ એરક્રાફ્ટ
સર્વિસ કોમબેટ એરક્રાફ્ટ એટલે કે ફાઇટર પ્લેનના મામલે ઉત્તર કોરિયા વધારે શક્તિશાળી છે. તેની પાસે 620 ફાઇટર પ્લેન છે, જ્યારે દક્ષિણ પાસે પોતાના 460 અને અમેરિકાના 90 ફાઇટર પ્લેન છે.

યુદ્ધ સબમરીન
બન્ને દેશોના યુદ્ધ સબમરીનની વાત કરીએ તો ઉત્તર કોરિયા પાસે 63 જ્યારે દક્ષિણ કોરિયા પાસે 13 સબમરીન છે.

યુદ્ધ જહાજ
યુદ્ધ કરનારા પાણીના જહાજોના મામલે ઉત્તર કોરિયા આગળ છે. ઉત્તર કોરિયા પાસે 720 જહાજ છે, જ્યારે દક્ષિણ પાસે 150 જહાજ છે. તેમાં તમામ નાના-મોટા જહાજો સામેલ કરવામાં આવ્યા છે.

પરમાણુ બોમ્બ
આ હથિયાર માત્ર ઉત્તર કોરિયા પાસે છે. ઉત્તર કોરિયા પાસે કુલ 10 પરમાણુ બોમ્બ છે, જેમાંના 4થી 5 બોમ્બ પ્લૂટોનિયમ યુક્ત છે.

રાસાયણિક હથિયાર
રાસાયણિક હથિયારમ મામલે પણ ઉત્તર કોરિયા જ સક્ષમ છે. આ દેશ પાસે 5000 ટન રાસાયણિક હથિયાર છે, જે વિશ્વના ઘણા દેશોને તબાહ કરવાની ક્ષમતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
