પહેલીવાર વિશ્વએ જોયો બર્લુસ્કોનીની 'અય્યાશીનો અડ્ડો'

ટીવીમાં રૂમ દર્શાવતા બર્લુસ્કોનીએ કહ્યું છેકે અહીં થનારી મોડી રાત્રીની પાર્ટીઓ માત્ર મનોરંજન માટે કરવામાં આવતી હતી. લોકોનું કહેવું છે કે અહીં આવીને પાર્ટી કરનારી ડઝનેક યુવતીઓ નનના ડ્રેસમાં આવતી હતી. આ પાર્ટીઓના ચક્કરમાં બર્લુસ્કોનીને વિશ્વભરમાં ઘણી બદનામી સહન કરવી પડી છે. તેમને તેની કિમત તેમની રાજકીય લોકપ્રિયતાથી ચુકાવી પડી છે.
ઇટલાની પીએમ બર્લુસ્કોની પર આરોપ છે કે તેમણે તેમની એક ગર્લફ્રેન્ડ મોરક્કન ડાન્સર કરીમા એક મહરોગને સંબંધ બનાવવાના બદલામાં ઘણા રૂપિયા આપ્યા હતા. મુશ્કેલી એ છે કે મહરોગની ઉમર માત્ર 17 વર્ષ જ હતી. અનેક સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા બર્લુસ્કોની પર એ પણ આરોપ છે કે તેમણે એક મામલામાં ધરપકડ થયેલ કરીમાને પોતાના પ્રભાવનો દુરુપયોગ કરીને પોલીસ કસ્ટડીમાંથી છોડાવ્યો પણ હતો. તેમના પર જો આરોપ સાબિત થઇ જાય છે તો તેમને વધુમાં વધુ 15 વર્ષ સુધીની સજા થઇ શકે છે.
ટીવી પર ઓન એર થયેલા બે કલાકની ડોક્યુમેન્ટ્રીમાં એ બેસમેન્ટના ઘણા સત્ય સામે આવ્યા છે.30 મહેમાનો માટે ડાઇનિં ટેબલ, પોન્ટિંગ્સ, ડિનર બાદ બુંગા-બુંગા પાર્ટી માટે રૂમો, મિની સિનેમાઘર, ડાન્સ માટે રિઝર્વ રૂમો, પીવા માટેની તમામ સુવિધા સ્પષ્ટ જોવા મળે છે. બીજી તરફ બર્લુસ્કોનીની રાજકિય પાર્ટીના લોકો પણ તેમા જોવા મળી રહે છે. ત્યારબાદ પણ બર્લુસ્કોનીએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે કોઇના પણ કપડાં ઉતાર્યા નથી. તેમનું કહેવું છે કે તે એવું કઇપણ નથી કરતા જેના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
