વીણા મલિકે હવે કર્યુ અભિનંદન વિશે આ બેશરમીભર્યુ ટ્વીટ
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક ફરીથી પોતાના વિવાદિત ટ્વીટના કારણે ભારતમાં ટ્રોલ થઈ રહી છે. આ વખતે વીણા મલિકે વિંગ કમાંડર અભિનંદન વર્તમાન વિશે ટ્વીટ કર્યુ છે.
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિક ફરીથી પોતાના વિવાદિત ટ્વીટના કારણે ભારતમાં ટ્રોલ થઈ રહી છે. આ વખતે વીણા મલિકે વિંગ કમાંડર અભિનંદન વર્તમાન વિશે ટ્વીટ કર્યુ છે. વીર ચક્રથી સમ્માનિત વિંગ કમાંડર અભિનંદન પર વીણાનું એ બેશરમીભર્યુ ટ્વીટ ભારતમાં લોકોને કોસવા પર મજબૂર કરી રહ્યુ છે. વીણા છેલ્લા એક મહિનાથી ભારત અને અહીં બની રહેલી ઘટનાઓ વિશે ટ્વીટ કરી રહી છે અને દરેક ટ્વીટ દ્વારા લોકોની ટીકાઓનો શિકાર બની રહી છે.
|
અભિનંદનના ફોટો પર લખ્યુ ગંદુ કેપ્શન
વીણાએ વિંગ કમાંડર અભિનંદનના બે ફોટોગ્રાફ ટ્વીટ કર્યા છે. પહેલા ફોટામાં હાલમાં અભિનંદનની ડ્યુટી જોઈન કરવાની છે અને બીજો ફોટો એ સમયનો છે જ્યારે પાકિસ્તાની સેનાએ 27 ફેબ્રુઆરીના રોજ તેમને પકડી લેવામાં આવ્યા હતા. વીણાએ કેપ્શનમાં લખ્યુ છે, ‘પિક્ચર સેસ ઈટ ઑલ.' વીણાના આ ટ્વીટ બાદ લોકો તેની જોરદાર ઝાટકણી કાઢી રહ્યા છે અને તેને હકીકત જણાવી રહ્યા છે. વીણાએ 20 ઓગસ્ટના રોજ આ ટ્વીટ કર્યુ છે અને આ ટ્વીટ બાદ લોકો તેને પાકિસ્તાન અને ભારતની સેનાં અંતર વિશે જણાવી રહ્યા છે.

સેના વિશે વીણાનું ભદ્દુ ટ્વીટ
અભિનંદન પર ભદ્દુ ટ્વીટ કર્યા બાદ વીણાએ ઈન્ડિય આર્મી માટે ટ્વીટ કર્યુ. વીણાએ ઈન્ડિયન આર્મીને કાયર ગણાવી અને કહ્યુ કે તેમની પાસે પાકિસ્તાની આર્મીનો સામનો કરવાની હિંમત નથી. વીણાએ ઘણી વાર ભારતની સેના વિશે વિવાદિત ટ્વીટ કરતી આવી છે. સેના માટે તેણે મીડિલ ફિંગર બતાવીને ફોટો પોસ્ટ કર્યો હતો. આ પહેલા જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા પહેલા વીણાએ ભારત પર નિશાન સાધ્યુ હતુ. સેના માટે તેમણે મીડલ ફિંગર બતાવીને ફોટો પોસ્ટ કર્યો હતો. વીણાએ #IndianarmyinKashmir #indianArmy સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો.

સુષ્મા વિશે ગંદુ ટ્વીટ
વીણાએ સાત ઓગસ્ટના રોજ સવારે 4 વાગીને 24 મિનિટે ટ્વીટ કર્યુ સુષ્મા સ્વરાજ પર વિવાદિત ટ્વીટ નામ લીધા વિના કર્યુ. વીણાએ પોતાના ટ્વિટમાં R.I.H. લખ્યુ અને એક ઈમોજીનો ઉપયોગ કર્યો. આરઆઈએચ એટલે કે રેસ્ટ ઈન હેલ જેનો અર્થ થાય છે કે તમને નર્કમાં જગ્યા મળે. વીણાએ પોતાના ટ્વીટમાં સુષ્મા સ્વરાજનું નામ તો ન લીધુ પરંતુ ઈન્ડિયન યુઝર્સે અંદાજો લગાવી લીધો કે તેનો ઈશારો પૂર્વ વિદેશ મંત્રી તરફ હતો.

વીર ચક્રથી સમ્માનિત
અભિનંદન વિંગ કમાંડર અભિનંદને 26 ફેબ્રુઆરી એટલે કે બાલાકોટ એર સ્ટ્રાઈકના આગલા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરમાં થયેલી ડૉગ ફાઈટમાં પોતાના મિગ-21થી પાકિસ્તાન એરફોર્સના એફ-16ને ઠાર મારી દીધુ હતુ. અભિનંદન આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ટકરાવનો ચહેરો બનીને ઉભર્યા હત. અભિનંદન દુનિયાના પહેલા પાયલટ બન્યા જેમણે મિગથી એફ 16ને ઠાર કર્યુ. જો કે તેમનુ જેટ પણ ક્રેશ થઈ ગયુ હતુ અને ત્યારબાદ તે પાકિસ્તાનના ભાગવાળા કાશ્મીરમાં જઈને પડ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
