'અહીં શાંતિ છે, કોઇ બંધન નથી..' નસરુલ્લા સાથે લગ્ન બાદ અંજુએ પાકિસ્તાનના કર્યા વખાણ, જાણો શું કહ્યું?
ભારતીય મહિલા અંજુ આ દિવસોમાં તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે ઇસ્લામ અંગીકાર કર્યા બાદ લગ્ન કરવાને લઈને ચર્ચામાં છે. અંજુએ 23 જુલાઈએ પાકિસ્તાનમાં તેના ફેસબુક ફ્રેન્ડને મળવા માટે બોર્ડર ક્રોસ કરી હતી.
હવે અંજુ તેના એક નવા વીડિયોમાં પાકિસ્તાનના વખાણ કરતી જોવા મળી રહી છે. અંજુ અને નસરુલ્લાહનો એક નવો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પાકિસ્તાનની મજા માણતી અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વખાણ કરતી જોવા મળી રહી છે.

નુમાન ખાન નામના બ્લોગરે રેકોર્ડ કરેલા 4 મિનિટના લાંબા વીડિયોમાં અંજુને પાકિસ્તાનની સુંદરતાના વખાણ કરતી બતાવવામાં આવી છે.
આ વિડિયોમાં અંજુ કહે છે, "સૌથી સારી વાત એ હતી કે અહીં કોઈ પ્રતિબંધ નથી. અહીં હું ખૂબ જ ખુશ છું અને મારી પાસે ઘણો ઓછો સમય છે. મને લાગે છે કે મારે ફરીથી અહીં આવવું જોઈએ. ખૂબ જ સકારાત્મક, મનની શાંતિ અને ખૂબ જ સુંદર જગ્યા. મને આ જગ્યા ખૂબ જ સુંદર લાગી. લોકો જે કહે છે એવું બિલકુલ નથી.
કોણ છે અંજુ?
રાજસ્થાનના ભિવડી જિલ્લાની પરિણીત ભારતીય મહિલા અંજુ અમૃતસર થઈને પાકિસ્તાન પહોંચી હતી. અંજુ બે બાળકોની માતા છે. અંજુ કિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નસરુલ્લાને મળવા ગઈ હતી. વર્ષ 2019માં અંજુ નસરુલ્લાને ફેસબુક દ્વારા મળી હતી.
પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અંજુએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે અને તેના પાકિસ્તાની પ્રેમી નસરુલ્લા સાથે લગ્ન કરી લીધા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
