ચીનમાં કોહરામ મચાવતા BF.7 વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, સાવચેત રહેજો
ચીનમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યા એવી પરિસ્થિતિ છે કે, કોરોના સંક્રમિત દર્દીના મોત થવાને કારણે સ્મશાનમાં મૃતદેહો માટે જગ્યા નથી. આ કોરોના સંક્રમણનું કારણ તેનો વેરિએન્ટ BF.7 છે.
ચીનમાં કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે, ત્યા એવી પરિસ્થિતિ છે કે, કોરોના સંક્રમિત દર્દીના મોત થવાને કારણે સ્મશાનમાં મૃતદેહો માટે જગ્યા નથી. આ કોરોના સંક્રમણનું કારણ તેનો વેરિએન્ટ BF.7 છે. આ વચ્ચે હવે ભારત માટે ચિંતા જનક સમચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં BF.7 વેરિએન્ટની પુષ્ટી કરવામાં આવી છે. આ વેરિએન્ટે ચીનમાં તરખાટ મચાવ્યો છે. ગુજરાતના આરોગ્ય વિભાગ આ માટે સચેત છે અને તેને ફેલાતો રોકવા માટે જરૂરી પગલા પણ લેવામાં આવી રહ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ, વડોદરામાં એક NRI મહિલા કોરોના વાયરસથી સંક્રમિત છે. તે 9 નવેમ્બરના રોજ વિદેશથી પરત આવી હતી. થોડા દિવસો બાદ તેને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું છે. જ્યારે તેમની વિગતવાર તપાસ કરવામાં આવી ત્યારે BF.7 વેરિઅન્ટની પુષ્ટિ થઈ હતી.
ભારતમાં BF.7 વેરિઅન્ટનો આ પ્રથમ કેસ હોવાનું માનવામાં આવે છે. જોકે, વૈજ્ઞાનિક આશંકા ચાલુ છે કે, વિદેશથી પાછા ફરેલા અન્ય ઘણા લોકો પણ તેની ઝપેટમાં આવી શકે છે. આવી સ્થિતિમાં દરેકની તપાસ કરવી જરૂરી છે. બીજી તરફ ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, જુલાઈ-ઓકટોબર-નવેમ્બર-2022માં ઓમિક્રોનના BF.7 અને BF 12 પ્રકારોથી સંક્રમિત બે દર્દીઓ નોંધાયા હતા. આ દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.
કેન્દ્ર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ
બીજી તરફ કેન્દ્ર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન કોરોનાની સ્થિતિ અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે જણાવ્યું હતું કે, ગભરાવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર અને તેની ટીમ આ બાબત પર નજીકથી નજર રાખી રહી છે. આ બેઠકમાં દર અઠવાડિયે સમીક્ષા બેઠક યોજવામાં આવશે, તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, લોકોએ હવે ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા જોઈએ. આ સિવાય તમામ પાત્રતા ધરાવતા લોકોએ બૂસ્ટર ડોઝ લેવો જોઈએ.
BF.7ના લક્ષણ શું છે?
વૈજ્ઞાનિકોના મતે, BF.7 જે ચીનમાં ફેલાયો છે તે BF.5 નું પેટા પ્રકાર છે. તેનું વૈજ્ઞાનિક નામ BA.5.2.1.7 છે. જોકે, આ વેરિઅન્ટ નવું છે, તેના પર હજૂ ઘણું સંશોધન કરવાનું બાકી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાપર અનુસાર, આ પ્રકાર લોકોને ખૂબ જ જલ્દી શિકાર બનાવે છે. તેના લક્ષણો પણ જલ્દી દેખાવા લાગે છે. આ પ્રકાર શ્વસનતંત્રના ઉપલા ભાગને સંક્રમણ લગાવે છે.
સમીક્ષા બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, સમીક્ષા બેઠકમાં બોલાવી હતી. જેમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોવિડ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ આજથી દેશના એરપોર્ટ પર શરૂ થઈ ગયા છે.
આવા સમયે ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તમામ કોવિડ-19 પોઝિટિવ કેસોના સેમ્પલ INSACOG લેબોરેટરીમાં મોકલે છે, જેથી કરીને નવા વેરિએન્ટ શોધી શકાય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
