આદિજાતિ મંત્રીના હસ્તે વિવિધ વિકાસના કામોની તકતીઓનું અનાવરણ
Tribal Minister Kunvarji bhai halpati : માંડવી બિલકેશ્વર વારિગૃહ ખાતે વોટર સપ્લાય પ્રોજેક્ટ તથા રાઈઝિંગ મેઈન લાઈન નાંખવાના કામ સહિત રૂપિયા 11 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામોનું આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. મંત્રીના હસ્તે વિવિધ વિકાસના કામોની તકતીઓનું અનાવરણ કરાયુ હતું.
લોકકલ્યાણની કામગીરી અર્થે CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) અંતર્ગત ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.-કાકરાપાર (NPCIL)ના આર્થિક સહયોગથી નવનિર્મિત ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજીથી સજ્જ કોમ્પ્યુટર લેબનું પણ આદિજાતિ મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું.

મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, ગુજરાત એ દેશ-દુનિયામાં સામાજિક, આર્થિક ક્ષેત્ર અને ગુડ ગવર્નન્સનું રોલ મોડેલ બન્યુ છે. ત્યારે માંડવીના વિકાસમાં પણ ગતિ આવી છે. માંડવી નગરપાલિકા વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ લાઈન, રાઈઝિંગ મેઈન લાઈન, સ્ટોર્મ વોટરલાઈન તેમજ વરસાદી પાણીની લાઈનના વિવિધ વિકાસકામોથી લોકસુવિધામાં વધારો થશે. કાકરાપાર અણુમથક શરૂ થયા બાદ CSR એક્ટિવિટી અંતર્ગત માંડવીના નગરજનોને ઘણા વિકાસકામોનો લાભ મળ્યો છે.
મંત્રીએ ITIના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, આપણો જન્મ ગૌરવશાળી ગુજરાતમાં થયો છે, એ ગૌરવપૂર્ણ છે. ગુજરાત ભારતનું એક માત્ર એવુ રાજ્ય છે જ્યાં યુવાનોને સૌથી વધુ રોજગારી મળી રહી છે. આવનાર સમયમાં ITIના વિદ્યાર્થીઓ માટે રોજગાર મેળો યોજાશે, જેમાં યુવા વિદ્યાર્થીઓને રોજગારીના અવસર મળશે.
માંડવી નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં સરકારશ્રીની અમૃત ૨.0 યોજના અંતર્ગત રૂપિયા 9.17 કરોડથી વધુ ખર્ચે નવી પાણીની લાઇન નાંખવા અંગેનું કામ, NPCIL CSR ગ્રાન્ટ તથા 15મા નાણાપંચ ગ્રાન્ટ વર્ષ 2022-23 અંતર્ગત રૂપિયા 1.17 કરોડના ખર્ચે ઝોરા ફળિયાથી અંબાજી પમ્પીંગ સ્ટેશન સુધી રાઈઝિંગ મેઇન લાઇન નાંખવા અંગેનું કામ, વિવેકાધીન ગ્રાન્ટ વર્ષ 2021-22 અંતર્ગત રૂપિયા 7.70 લાખના ખર્ચે મહિલા શોપીંગ સેન્ટરથી હાઇસ્કૂલ ગેટ સુધી સ્ટ્રોમ વોટર લાઇન નાંખવા અંગેનું કામ અને વિવેકાધીન ગ્રાન્ટ વર્ષ ૨૦૨૧-૨૨ અંતર્ગત રૂપિયા 5.33 લાખના ખર્ચે હોકરઝોનથી નગરપાલિકા ગ્રાઉન્ડ સુધી વરસાદી પાણીની લાઇન નાંખવા અંગેના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાંઆવ્યું હતું.
આ પ્રસંગે KAPSના સાઈડ ડાયરેક્ટર એસ.કે.રોય એ જણાવ્યું હતું કે, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ કદાચ જો કોઈ ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો તે પાણી માટે હશે તો નવાઈ નહી. વિકાસ કાર્યોથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય અને આપણી માતા સમાન તાપી મૈયાને પ્રદૂષિત થતી અટકાવવામાં આપનું સહયોગ આપીએ સૌથી મોટુ યોગદાન રહેશે.
આ પ્રંસગે માંડવી નગરપાલિકા પાણી સમિતિના અધ્યક્ષ આનંદભાઈ શાહ, માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, સંગઠન પ્રમુખ નીતિનભાઈ, કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ નટુભાઈ રબારી, મહામંત્રી પ્રિતેશભાઈ રાવળ, માંડવી ITIના આચાર્ય બી. એસ. ગામીત, વિવિધ શાખાના અધિકારીઓ સહિત નગરજનો, માંડવી ITIના વિધાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
