આજે રાજકોટથી પુરષોતમ રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ, પહેલા કરશે શક્તિ પ્રદર્શન
Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આપવામાં આવેલી ટિકિટ પર રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નોતા પરષોતમ રૂપાલા આજ રોજ ઉમેદવારી પત્ર ભરશે.
રાજકોટ શહેરમાં વિશાળ જાહેર સભા બાદ પરષોત્તમ રૂપાલા રાજકોટના બહુમાળી ભવનમાં ઉમેદવારી નોંધાવશે. પરષોત્તમ રૂપાલાના નામાંકન પત્રક પહેલા ભાજપ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરશે. આ સાથે તેઓ શક્તિ પ્રદર્શન પણ કરશે.
અત્રે નોંધનીય બાબત છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે, અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. 7 મેના રોજ મતદાન થશે. 12 એપ્રિલના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જે બાદ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, એક જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક સરઘસ દરમિયાન સમર્થકોને પાઘડી પહેરવાની વિનંતી કરી હતી. પરષોત્તમ રૂપાલા 22 માર્ચના રોજ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ વિવાદના ઘેરામાં છે.
રાજકોટમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પરષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી માટે બે વખત માફી માંગ્યા બાદ પણ વિરોધ શમ્યો નથી. કોંગ્રેસે આ બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે.
પદયાત્રા રેલી https://t.co/fq6zA5F1AX
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) April 16, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
