રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરાશે
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ (Rajkumar Jat Death Case) મામલે એક અત્યંત મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે.
આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હવે કેસના મુખ્ય આરોપી પૈકી એક એવા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ (Narco Test) કરાવશે.

આ મામલે SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી માગવામાં આવી છે. આ તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે અને સત્ય બહાર આવે તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.
સૌથી અગત્યની વાત એ છે કે, ગણેશ જાડેજાએ પોતે નાર્કો ટેસ્ટ માટે સહમતી આપી દીધી છે. કોર્ટે પણ SITની મંજૂરી અરજી ગ્રાહ્ય રાખતા આગામી દિવસોમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રાજસ્થાનના વતની રાજકુમાર જાટનું મૃત્યુ થયું હતું, જેણે ભારે ચકચાર જગાવી હતી. રાજકુમારના પરિવારે આ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને હત્યાનો આરોપ મૂક્યો હતો.
આ ઘટના બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને સતત ઉગ્ર રજૂઆતો બાદ સમગ્ર કેસની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી હતી. હવે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ થવાથી આ કેસમાં નવા રહસ્યો ખૂલે તેવી શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
