રાજકોટમાં સેલ્ફી લેવા દરમિયાન વંદે ભારત ટ્રેનની અડફેટે બે યુવાનોના મોત
રાજકોટની ગોંડલ ચોકડી પાસે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. વંદે ભારત ટ્રેન સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ યુવાનો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.
આ ભયાનક દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાનો દમ તોડ્યો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ત્રીજા યુવકની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આ તમામ યુવાનો પરપ્રાંતીય શ્રમિકો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવાનોમાં ૨૦ વર્ષીય સંદીપ પટેલ અને ૨૩ વર્ષીય સંદીપ કોળીનો સમાવેશ થાય છે. જ્યારે કપિલ પટેલ નામનો યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ઘટના સમયે કુલ ચાર મિત્રો રેલવે ટ્રેક પાસે હાજર હતા. તેઓ પૈકી એક મિત્રને વતન જતી વખતે વિદાય આપવા માટે તમામ ટ્રેક પર એકઠા થયા હતા.
આ મિત્રો રેલવે ટ્રેક પર ઉભા રહીને રીલ્સ અને સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી વંદે ભારત ટ્રેનની અડફેટે તેઓ આવી ગયા હતા.
સદનસીબે ચાર મિત્રોમાંથી એકનો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો. ટ્રેનની સ્પીડ એટલી વધારે હતી કે યુવાનોને બચવાની કોઈ તક મળી ન હતી.
રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સેલ્ફી લેવાના શોખે જીવ લીધો હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે.
પોલીસ હાલમાં આ અકસ્માત છે કે આત્મહત્યા તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાના જોખમી ક્રેઝ સામે લાલબત્તી ધરી દીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
