ઉમેદવારી નોંધાવતા પહેલા પરષોત્તમ રૂપાલાએ રોડ શો અને જાહેર સભા યોજી
Lok sabha Election 2024 : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કૃષિ મંત્રી અને ભાજપના કદ્દાવર નેતા પરષોત્તમ રૂપાલાએ આજે ભારતીય જનતાપાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યા બાદ જાહેર સભા યોજી હતી.
રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના તમામ આગેવાનો જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ગોંડલ ભાજપના નેતા જયરાજસિંહ, ઈફ્કો અને ગુજકોમાસોલના વડા દિલીપ સંઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ જાહેર સભામાં રાજકોટ શહેરના મેયર, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ, જસદણ રોયલ સત્યજીતસિંહજી ખાચર સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધનીય બાબત છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે, અને ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે. 7 મેના રોજ મતદાન થશે. 12 એપ્રિલના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જે બાદ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, એક જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્રક સરઘસ દરમિયાન સમર્થકોને પાઘડી પહેરવાની વિનંતી કરી હતી. પરષોત્તમ રૂપાલા 22 માર્ચના રોજ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણી બાદ વિવાદના ઘેરામાં છે.
રાજકોટમાંથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર રાજ્યમાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પરષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી માટે બે વખત માફી માંગ્યા બાદ પણ વિરોધ શમ્યો નથી. કોંગ્રેસે આ બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે.
જાહેરસભા https://t.co/YjHaQXIgNk
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) April 16, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
