ઘેડ વિકાસ નિગમ બનાવવા સહિતની માંગોને લઈને ખેડૂતો મેદાને, આંદોલનની ચિમકી ઉચ્ચારી
ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાઈ જતા ઘેડ પંથતમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વારંવાર પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો કેટલીક માંગ સાથે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ 4 માંગો સાથે કલેક્ટરને રજુઆત કરી છે. જો આ માંગો પુરી નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

જુનાગઢ જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાના 1 એમ કુલ પાંચ તાલુકાના ૬૫ થી ૭૦ ગામોના અંદાજે 2 લાખ 50 હજાર લોકો અને 1 લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો ઘેડ પંથક વરસાદથી ત્રસ્ત છે
ઘેડમાં ભાદર, વેણુ, ઊબેણ, ઓઝત સાબરી, ટીલોરી, મઘુવંતી અને છિપરાળી નદીઓ નીકળે છે. આ નદીઓ 200 ચોરસ કિલોમીટર વર્ગનું વરસાદી પાણી એકડું કરી ઘેડ પંથક મારફતે સમુદ્રમાં લઈ જાય છે. આ જ નદીઓ ઘેટ માટે આફત બને છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર ઘેડ વિકાસ નિગમની રચના કરે. આ સિવાય પાલ આંબલિયા અને ખેડૂતોએ પુરના કાયમી નિરાકરણ માટે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે. તે સિવાય હાલના વરસાદને કારણે સર્જાયેલી તારાજીના કારણે થયેલા નુકસાન માટે સ્પેશ્યિલ પેકેજની પણ માંગણી કરી છે. ખેડૂતોની એક માંગ ઊબેણ નદીમાં ઠલવાતા કેમિકલને રોકવાની પણ છે.
ખેડૂતોએ આ તમામ માંગો સાથે કલેક્ટરને રજુઆત કર છે અને જો માંગણી પુરી નહીં થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
