જૂનાગઢ શહેરના 397 કરોડના 91 ઇઝ ઓફ લિવિંગના કામોનુ ખાતમુહૂર્ત
Junagadh in Gujarati: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જૂનાગઢવાસીઓને રૂપિયા 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વીડિયો કોન્ફશરન્સરના માધ્યમથી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ રાજ્ય બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે, નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છે, વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહિ તે માટે આગવું નાણાં વ્યવસ્થાપન પણ કર્યું છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસના કામો માટે રૂપિયા 2111 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે, તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રૂપિયા 34.40 કરોડ ફાળવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે, તે માટે ખાસ ભાર મૂકતા જણાવ્યું કે, જૂનાગઢ મહાનગરપાલિકા વિકાસ કામોમાં નંબર વન બને તેવું આયોજન થયું છે, અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
કેન્દ્ર સરકારના બજેટમાં શહેરી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, આપણા શહેર ગ્રોથ હબ બને તેવી નેમ પણ આ બજેટમાં રાખવામાં આવી છે.
ગુજરાતના સહિત દેશના 100 મોટા શહેરોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ સાથે મળીને વોટર સપ્લાય, સુએઝ ટ્રીટમેન્ટ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર પણ ભાર અપાયો છે, તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.
લોક ભાગીદારીથી કેવા સારા પરિણામ મળી શકે, તે જૂનાગઢના લોકોએ કરી બતાવ્યું છે, ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોંકળામાં કાપ, માટી, ઝાડી-ઝાંખરા કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા હતી. તેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું.
આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકાએ 9 કિમી જેટલા લાંબા કાળવા વોંકળાનું PPP મોડલ પર ડીસિલ્ટિંગ કરીને આ સમસ્યાનો હલ કરવાનો સરહાનીય પ્રયાસ કર્યો છે. તેમ જણાવતા મુખ્યમંત્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ગ્રોથ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માં કે નામની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકા 25000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે, તેને બિરદાવતા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી.
કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રૂપિયા 397.78 કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.
શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે.
મંત્રીએ ઉમેર્યુ કે, જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારના વેપારીઓના કોમર્શિયલ કોમ્પલેક્ષને લગતા પ્રશ્નનું પણ નિવારણ આવ્યું છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને ૨૫ ઇ-બસ ફાળવવામાં આવશે.
આ પ્રસંગે મેયર ગીતાબેન પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડિંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણ, મનાપા વિસ્તારમાં જીઆઈએસ બેસ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્યના સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમણે જોષીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નનો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો.
જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સ્ટેંન્ડિગ કમિટિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ, દંડક અરવિંદભાઈ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોશિયા, વોટર વર્કસ સમિતિના ચેરપર્સન કુસુમબેન અકબરી, અગ્રણી પ્રદીપ ખીમાણી, ભરત ગાજીપરા, મનન અભાણી, વિનુભાઈ ચાંદીગરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગરવા ગઢ ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક શહેર જૂનાગઢમાં હાથ ધરાયેલા ₹ 397 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 30, 2024
રોડ-રસ્તા, ડ્રેનેજ, વોટર સપ્લાય, હેરિટેજ સહિતના આ વિકાસ કામો જૂનાગઢના રહીશો માટે ‘ઈઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરશે.
માનનીય વડાપ્રધાન શ્રી… pic.twitter.com/pKr3tcxKKL
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
