જૂનાગઢના ભેંસાણમાં મૃત ખેડૂતોના નામે સહાય મેળવવાનું કૌભાંડ ખુલ્યુ, VCE સામે ફરિયાદ દાખલ
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામે સરકારી રાહત સહાયમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ખજૂરી હડમતીયા ગામના VCE દ્વારા ખેડૂતોના નામે લાખો રૂપિયાની સહાય હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેમાં કુલ 30 ખેડૂતોના ફોર્મમાં મોટી વિસંગતતા જોવા મળી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જે ખેડૂતો હયાત નથી અને મૃત્યુ પામ્યા છે, તેમના નામે પણ સરકારી સહાય મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવામાં આવી હતી. અહેવાલો મુજબ, આ કૌભાંડમાં કુલ 6 મૃતક ખેડૂતોના નામે ખોટી રીતે ફોર્મ ભરીને સરકારી નાણાં મેળવવાની પેરવી કરવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ખજૂરી હડમતીયાના VCE એ કુલ 9.49 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાતા ભેંસાણ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
