Yogi Adityanath : CM યોગીએ લો એન્ડ ઓર્ડર અંગે યોજી બેઠક, DGP-STF સહિતની ટીમના કર્યા વખાણ
Yogi Adityanath : ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા ઉમેશ પાલ હત્યાકાંડમાં સામેલ માફિયા અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને ગુરુવારના રોજ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો.
STFની એક ટીમે અસદને ઝાંસીમાં ગોળી મારી દીધી હતી. પોલીસે તેની સાથે એક શૂટર ગુલામને પણ ઠાર કર્યો હતો. UP STM ટીમે ઝાંસીમાં અસદ અને ગુલામને શોધી કાઢ્યા અને તેમને મારી નાખ્યા હતા.

આ દરમિયાન ગૃહના મુખ્ય સચિવ સંજય પ્રસાદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એન્કાઉન્ટર અંગે માહિતી આપી હતી. પોલીસની આ સફળતા પર CM યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક યોજી હતી.
CM યોગીએ યુપી એસટીએફ તેમજ ડીજીપી, સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી. ઉત્તર પ્રદેશ સીએમઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે CM સમક્ષ રિપોર્ટ મૂકવામાં આવ્યો છે.
STM ના ડીએસપી નવેન્દ્ર સિંહ અને ડીએસપી વિમલ આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. ડીસીપી નવેન્દુ સિંહની ગણતરી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે થાય છે. નવેન્દુ સિંહને 2018માં STFમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ STFમાં DCP તરીકે તૈનાત છે. તેણે એન્કાઉન્ટરમાં ઘણા ખતરનાક બદમાશોને માર્યા છે.
મળતી માહિતી મુજબ, UP STMની એક ટીમે ઝાંસીમાં અસદ અને ગુલામને ટ્રેક કર્યા હતા. જ્યારે જવાનો તેમની પાસે પહોંચ્યા તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આના પર STMએ તેને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. પોલીસનો આરોપ છે કે, અસદ તેના સાથી સાથે મળીને ફાયરિંગ કરી રહ્યો હતો.
અસદના ગોળીબાર પર STFએ પણ જવાબી કાર્યવાહી કરી અને બંનેને ઠાર માર્યા હતા. ઝાંસી પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર હતી. જ્યાં સર્ચ દરમિયાન વિદેશી હથિયારો અને કેટલીક અન્ય વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.
આરોપો અનુસાર, 24 ફેબ્રુઆરીના રોજ રાજુપાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ પર પ્રયાગરાજમાં અતીકના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ ઘટના તેના ઘર પાસે બની હતી. જેમાં ઉમેશની સાથે બે પોલીસકર્મીઓના પણ મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, અસદ શૂટર્સની ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
