Year Ender 2024 : આ વર્ષે ગૂગલ પર છવાયેલા રહ્યાં આ ભારતીયો, જાણો ટોપ 10 માં કોના કોના નામ?
Most Searched Indian In Google 2024 : 2024 નું વર્ષ પુરૂ થવામાં છે અને 2025 આવી રહ્યું છે. વીતી ગયેલુ વર્ષ ઘણી મોટી ઘટનાઓનું સાક્ષી રહ્યું છે.
આ વર્ષે કેટલાક ભારતીયો પુરૂ વર્ષ છવાયેલા રહ્યાં. આજે આપણે કેટલાક એવા ભારતીયો વિશે વાત કરવાના છીએ જે આ વર્ષે પુરૂ વર્ષ ગૂગલ પર છવાયેલા રહ્યાં છે.

હાલમાં જ ગૂગલે ભારતમાં સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ 10 લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ વ્યક્તિ વિનેશ ફોગાટ છે. આ સિવાય લિસ્ટમાં ઘણા જાણીતા નામ સામેલ છે.
વિનેશ ફોગાટ
2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ભારતીય સેલિબ્રિટી રેસલર વિનેશ ફોગાટ છે. પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ફાઇનલમાં માત્ર 100 ગ્રામ વધુ વજનના કારણે બહાર થઈ ગયેલી વિનેશ ફોગટ મહિનાઓ સુધી ટ્રેન્ડ કરતી રહી. આ પછી વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ અને ચૂંટણી જીતી.
નીતિશ કુમાર
ગૂગલ સર્ચમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર બીજા ક્રમે છે. લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમાર ઈન્ડિયા છોડીને એનડીએમાં જોડાયા. આ માટે તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ પણ કરવામાં આવ્યા. નીતિશ કુમારને તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યા.
ચિરાગ પાસવાન
લિસ્ટમાં નીતિશ કુમાર પછી ચિરાગ પાસવાન છે. ચિરાગ પાસવાને ફિલ્મોમાંથી રાજનીતિમાં પ્રવેશ કર્યો અને લોકસભા ચૂંટણી દરમિયાન તે ચર્ચામાં રહ્યાં. મોદી સરકારમાં તેમને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા. કંગના રનૌત સાથે તેની એક તસવીર પણ વાયરલ થઈ હતી, જેના પછી ચિરાગ પાસવાનને ગૂગલ પર ખૂબ સર્ચ કરવામાં આવ્યા.
હાર્દિક પંડ્યા
આ લિસ્ટમાં હાર્દિક પંડ્યાનું નામ ચૌથા નંબરે છે. હાર્દિક પંડ્યાને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયો છે. કર્યો છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા વર્ષ 2024માં તેના અંગત જીવનને કારણે સૌથી વધુ ચર્ચામાં રહ્યો. હાર્દિક અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના કારણે તે હેડલાઈન્સમાં રહ્યો. તેણે T20 વર્લ્ડ કપમાં શાનદાર પણ પ્રદર્શન કર્યું.
પવન કલ્યાણ
અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણ આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ છે. આ વર્ષે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને તેમાં પવન કલ્યાણની જનસેના પાર્ટીએ ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડી. ચૂંટણી જીત્યા બાદ પવન કલ્યાણને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
શશાંક સિંહ
2024ની ગૂગલ સર્ચ લિસ્ટમાં ક્રિકેટર શશાંક સિંહ પણ સામેલ છે. શશાંક સિંહે વર્ષ 2024માં રમાયેલી IPL મેચમાં શાનદાર બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા.
પૂનમ પાંડે
2024 માં પૂનમ તેના ખોટા મૃત્યુના સમાચારને કારણે ઘણી ટ્રોલ થઈ. જો કે બાદમાં પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ખોટા સાબિત થયા.
રાધિકા મર્ચન્ટ
રાધિકા મર્ચન્ટ વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. રાધિકા મર્ચન્ટે આ વર્ષે મુકેશ અંબાણીના પુત્ર અનત અંબાણી સાથે લગ્ન કર્યા છે. તેના લગ્ન દુનિયાભરમાં ચર્ચાનો વિષય રહ્યા.
અભિષેક શર્મા
ક્રિકેટર અભિષેક શર્માએ IPL 2024 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું અને આ વર્ષે જ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એન્ટ્રી કરી. અભિષેક શર્મા તેની બેટિંગ અને યુવા ફેન ફોલોઈંગ માટે ખૂબ જ ફેમસ થયો. આ જ કારણ છે કે તેને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો.
લક્ષ્ય સેન
ઉત્તરાખંડના અલ્મોડાનો રહેવાસી 23 વર્ષીય સેન આ વર્ષે આયોજિત પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચ્યો. જો કે સેમીફાઈનલમાં હારના કારણે તે બ્રોન્ઝ મેડલથી વંચિત રહી ગયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
