મહારાષ્ટ્ર અને ઝારખંડમાં કોની સરકાર બનશે, આજે થશે નિર્ણય
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થઇ જશે. આની સાથે જ 13 રાજ્યોમાં 46 વિધાનસભા અને 2 લોકસભા સીટ પર થયેલ પેટાચૂંટણીના પરિણામોની ઘોષણા પણ થશે. આ ચૂંટણી પછી એક્ઝિટ પોલ્સે સંકેત આપ્યા હતા કે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ભાજપને લાભ થઇ શકે છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની કૂલ 288 સીટ છે, તેથી મહારાષ્ટ્રની ગાદી પર બેસવા માંગતી પાર્ટીએ 145નો જાદુઈ આંકડો હાંસલ કરવો જરૂરી છે. જ્યારે ઝારખંડમાં 81 વિધાનસભા સીટ છે જેમાંથી 41 સીટ પર જીત હાંસલ કરનાર પાર્ટી સરકાર બનાવશે. આ ચૂંટણીના રિઝલ્ટની સીધી અસર આગામી શિયાળુસત્રમાં જોવા મળશે.
સોમવારથી શિયાળુસત્ર શરૂ થઇ રહ્યું છે, જેમાં મોદી સરકાર 16 બિલ પાસ કરાવવાની તૈયારીમાં છે. જેમાં વક્ફ કાનૂનમાં સંશોધન પણ સામેલ છે, જેનો વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે. સાથે જ શિયાળુસત્રમાં મણિપુર હિંસા, મોંઘવારી વસતી ગણતરી જેવા મુદ્દાઓ પર હંગામો થવાની ઉમ્મીદ છે.
ઝારખંડમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતુ્ં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એકલ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થયુ્ં હતું.
ઝારખંડ ચૂંટણી જંગમાં ભાજપ તરફથી ઝામુમો-કોંગ્રેસ-રાજદ સરકારને હટાવવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનની ઝામુમોએ કોંગ્રેસના નેતૃત્વ વાળા ગઠબંધનમાં બહુમત હાંસલ કર્યો હતો.
જો કે આ વર્ષે ભ્રષ્ટાચારના આરોપોમાં સોરેનનું રાજીનામું અને પછી તેમની ધરપકડને કારણે પાર્ટીના આંતરિક વિવાદોએ રાજ્યના રાજનૈતિક પરિદ્રશ્યમાં જટીલતાની પરત જોડી દીધી છે. આ ઘટનાક્રમનો ભાજપે લાભ ઉઠાવ્યો, ક્ષેત્રમાં ગેરકાયદે ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર જોર આપ્યુ્ં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
