Exit poll 2023: શું છે આ એક્ઝીટ પોલ, દેશમાં સૌથી પહેલા ક્યારે શરુ થયુ, આંકડા કેવી રીતે ભેગા કરે, જાણો ઈતિહાસ
Exit poll 2023: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મતદાન થયું છે. તેલંગાણામાં 30 નવેમ્બરે એટલે કે આજે મતદાન ચાલી રહ્યુ છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ દેશની ઘણી ન્યૂઝ ચેનલો તેમના એક્ઝિટ પોલ જાહેર કરશે.
ન્યૂઝ ચેનલો સિવાય પણ ઘણી એજન્સીઓ છે. જે ડેટાનું વિશ્લેષણ કરે છે અને તેમના એક્ઝિટ પોલ સાથે બહાર આવે છે. જો કે, એક્ઝિટ પોલ હંમેશા સચોટ હોતા નથી પરંતુ મહદ અંશે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે એક્ઝિટ પોલ ક્યારે શરૂ થયા અને તેમના દાવાઓનો આધાર શું છે?

એક્ઝિટ પોલ શું છે?
એક્ઝિટ પોલ હંમેશા મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી દર્શાવવામાં આવતા સર્વે છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાના એક કલાક પછી જ તેનું પ્રસારણ કરી શકાય છે. એક્ઝિટ પોલ એ એક વિશ્લેષણાત્મક સર્વેક્ષણ છે જે મતદાન પ્રક્રિયા દરમિયાન લોકો પાસેથી લેવામાં આવેલા અભિપ્રાયોના આધારે કરવામાં આવે છે. જે એ જણાવવાનો પ્રયાસ કરે છે કે ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે.
પ્રથમ એક્ઝિટ પોલ ક્યાં યોજાયો હતો?
નેધરલેન્ડના સમાજશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાજકારણી માર્સેલ વેન ડેમને એક્ઝિટ પોલના પિતા માનવામાં આવે છે. એક્ઝીટ પોલ 15 ફેબ્રુઆરી, 1967ના રોજ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યા હતા. તે સમયે નેધરલેન્ડ્સમાં યોજાયેલી ચૂંટણીઓ અંગેનું તેમનું મૂલ્યાંકન એકદમ સચોટ હતું. ભારતમાં એક્ઝિટ પોલની રજૂઆતનો શ્રેય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયનના વડા એરિક ડી'કોસ્ટાને આપવામાં આવે છે. તે સમયે આ સર્વે મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
પરંતુ ટીવી પરના એક્ઝિટ પોલ 1996માં દૂરદર્શન પર દસ્તક આપવા લાગ્યા. CSDS એ 1996ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ બહાર પાડ્યો હતો. જેમાં તેમણે આગાહી કરી હતી કે આ વખતે ખંડિત જનાદેશ આવી શકે છે. ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તેમનો સર્વે મહદઅંશે સચોટ હતો. દેશમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નહોતી. 1996માં, ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી પરંતુ બહુમતીથી દૂર રહી. અટલ બિહારી વાજપેયી પીએમ બન્યા પરંતુ સરકાર 13 દિવસ પછી પડી ગઈ.
1998 સુધીમાં, લગભગ દરેક મોટી ન્યૂઝ ચેનલે લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલ હાથ ધર્યા હતા, પરંતુ એક્ઝિટ પોલ સીટોના ચોક્કસ આંકડા મેળવી શક્યા ન હતા. એક્ઝિટ પોલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. ચૂંટણી બાદ આ સર્વેને લઈને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. 2004ની લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ ખૂબ જ નિરાશાજનક સાબિત થયા હતા. ફરીથી તેઓ સીટોનું યોગ્ય અનુમાન લગાવી શક્યા ન હતા.
એક્ઝિટ પોલના ડેટા કેવી રીતે એકત્રિત કરવામાં આવે છે?
ચૂંટણી દરમિયાન લોકોના અભિપ્રાયને સમજવા માટે વિવિધ રીતે ડેટા એકત્રિત કરવામાં આવે છે. આ માટે પ્રી-પોલ, એક્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ ઓપિનિયન સર્વે કરવામાં આવે છે. ત્રણેય સર્વેની પદ્ધતિઓ એકબીજાથી અલગ છે. જ્યારે મતદાર એક્ઝિટ પોલમાં પોતાનો મત આપ્યા પછી બહાર આવે છે, ત્યારે તેને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેનુ મન જાણવાનો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેના દ્વારા મતદાર કયા પક્ષને મત આપી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. બૂથમાંથી એકત્રિત કરવામાં આવેલા આ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી, ચૂંટણી પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવે છે.
એક્ઝિટ પોલ અંગેના નિયમો ક્યારે નક્કી કરવામાં આવ્યા?
1998માં, મોટાભાગની ટીવી ચેનલો પર ચૂંટણી પૂર્વેના સર્વેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. પરંતુ કેટલાક રાજકીય પક્ષોએ આ સર્વે સામે વાંધો ઉઠાવ્યો હતો અને પ્રતિબંધ લાદ્યો હતો. 1999માં ચૂંટણી પંચ દ્વારા ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ચૂંટણી પંચના આ પ્રતિબંધ સામે એક અખબારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને રદ કર્યો હતો.
પરંતુ 2009ની લોકસભા ચૂંટણી પહેલા જ એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવાની માંગ ફરી એકવાર ઉઠવા લાગી. જે બાદ ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને પત્ર લખીને પ્રતિબંધ અંગે કાયદામાં સુધારો કરવા માટે તરત જ વટહુકમ લાવવા જણાવ્યું હતું. તે પછી, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 એ સુનિશ્ચિત કરવા માટે સુધારો કરવામાં આવ્યો કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, અંતિમ મતદાન ન થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ કોઈપણ સ્વરૂપમાં પ્રકાશિત અથવા પ્રસારિત કરી શકાશે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
