West Bengal : બંગાળમાં બીજેપીને મોટો ઝટકો આપવાની તૈયારીમાં મમતા બેનર્જી? પાર્ટી છોડી શકે છે આટલા સાંસદો
West Bengal : લોકશાહી વિરોધી નીતિઓથી લોકોને ત્રસ્ત કરનારી બીજેપી હવે સહયોગીઓના ભરોષે છે. હવે અહેવાલ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી બીજેપીને મોટો ઝટકો આપી શકે છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોને લઈને બીજેપી મંથન કરી રહી છે તે વચ્ચે અહેવાલ આવી રહ્યાં છે કે પશ્ચિમ બંગાળ ભાજપમાં હલચલ મચી છે.

અહેવાલો અનુસાર, બીજેપીએ અભિજીત દાસ ઉર્ફે બોબીને કારણ બતાવો નોટિસ જારી કરી છે. તેઓ ડાયમંડ હાર્બરથી તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જી સામે ચૂંટણી લડ્યા હતા.
આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના રાજ્યસભા સાંસદ અનંત રાય મહારાજની મુલાકાતના કારણે બંગાળનું રાજકારણ ગરમાયું છે.
મમતા બેનર્જી અનંત રાયને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તેમણે બંગાળના મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે બંગાળ ભાજપમાં મતભેદ શરૂ થઈ ગયો છે.
બંગાળ બીજેપીના સૂત્રો અનુસાર, જ્યારે પાર્ટીની કેન્દ્રીય ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ મંગળવારે ડાયમંડ હાર્બરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહી હતી ત્યારે તેમને સ્થાનિક કાર્યકરોના એક વર્ગના વિરોધનો સામનો કરવો પડ્યો.
વિરોધીઓએ દાવો કર્યો હતો કે પક્ષના નેતૃત્વએ 4 જૂને મતગણતરી પ્રક્રિયા સમાપ્ત થઈ ત્યારથી બેઘર થઈ ગયેલા પક્ષના કાર્યકરોની દુર્દશાની અવગણના કરી છે.
સુત્રો જણાવે છે કે, વિરોધીઓ અભિજીત દાસના નજીકના વિશ્વાસુ હતા. તેથી તેમને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં તેઓને આગામી સાત દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. પાર્ટીમાંથી તેમની સભ્યપદ પણ આગળના આદેશો સુધી કામચલાઉ ધોરણે સમાપ્ત કરવામાં આવ્યુ છે.
બીજી તરફ અનંત રાય મહારાજ ઉત્તર બંગાળના રાજકારણનો એક મોટો ચહેરો છે. ભાજપે આ વિસ્તારમાં ઝડપથી પોતાનો પગ જમાવ્યો છે. ભાજપે એક વર્ષ પહેલા જ પશ્ચિમ બંગાળમાંથી અનંત રાયને રાજ્યસભામાં મોકલ્યા હતા.
ભાજપની ટિકિટ પર રાજ્યસભા પહોંચનારા તેઓ રાજ્યમાંથી પ્રથમ નેતા છે. ચર્ચા છે કે ગયા વર્ષે અમિત શાહ અનંત રાયને મળ્યા અને તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને હવે મમતા બેનર્જી તેમને મળ્યા પછી શું ઉથલપાથલ થશે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
