Weather Update: દિલ્લી-એનસીઆરમાં આજે પણ આવશે વરસાદ, આ રાજ્યોમાં પણ વરસાદ માટે અપાયુ એલર્ટ
દિલ્લીમાં વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. શનિવારે શરૂ થયેલા વરસાદનો સિલસિલો આજે પણ ચાલુ રહેશે.
નવી દિલ્લીઃ દિલ્લીમાં વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. શનિવારે શરૂ થયેલા વરસાદનો સિલસિલો આજે પણ ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આજે પણ દિલ્લી-એનસીઆરમાં વરસાદના અણસાર છે અને આખો દિવસ વાદળો છવાયેલા રહેશે અને વીજળી કડકતી રહેશે. હવામાન વિભાગનુ અનુમાન છે કે દિલ્લીમાં આખો સપ્તાહ વરસાદનો સિલસિલો ચાલુ રહેશે અને તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન 33 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

દિલ્લી-એનસીઆરમાં આજે પણ આવશે વરસાદ
આઈએમડીના જણાવ્યા મુજબ આવતા 2 કલાક દરમિયાન રોહતક, કુરુક્ષેત્ર, ગોહાના, કરનાલ, પાનીપત, રાજોંદ, અસંધ, સફીદો, જીંદ, સિવાની, મહમ, તોશામ(હરિયાણા)માં ગાજવીજ સાથે વાદળો વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગનુ કહેવુ છે કે બંગાળની ખાડી પાસે એક લો પ્રેશર બનેલુ છે જે ઓરિસ્સાના તટને પાર કરી ગયુ છે જેના કારણે હાલમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

ચોમાસુ પોતાના લાસ્ટ ઝોનમાં છે
હવામાન વિભાગનુ કહેવુ છે કે હાલમાં ચોમાસુ પોતાના લાસ્ટ ઝોનમાં છે માટે હાલમાં અમુક રાજ્યોમાં જોરદાર વાદળો વરસી રહ્યા છે. માત્ર દિલ્લી અને એનસીઆરમાં જ નહિ પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, વેસ્ટ યુપી, જમ્મુ અને રાજસ્થાનમાં પણ 13થી લઈને 18 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદના અણસાર છે. વળી, પૂર્વોત્તરના રાજ્યોમાં પણ આજે વાદળો વરસી શકે છે અને અહીં પણ આગલા બે દિવસ સુધી વરસાદ થઈ શકે છે.

દક્ષિણમાં પણ આજે હળવા વરસાદનુ અનુમાન
દક્ષિણમાં પણ આજે હળવા વરસાદનુ અનુમાન છે. કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં આજે હળવા વરસાદના અણસાર છે. વળી, આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં પણ આજે વરસાદ થઈ શકે છે. હવામાનની જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે કહ્યુ છે કે આજથી લઈને આવતા ત્રણ દિવસ સુધી દિલ્લી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના અણસાર છે જ્યારે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં આજે હળવો વરસાદ થઈ શકે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
