Wayanad Tragedy : રાહુલ ગાંધીએ વાયનાડ દુર્ઘટનાને રાષ્ટ્રીય આફત જાહેર કરવા માંગ કરી, જાણો શું કહ્યું?
Wayanad Tragedy : કેરળના વાયનાડની ગોજારી દુર્ઘટનાનો મુદ્દો સંસદમાં ગુજ્યો છે. વાયનાડના પુર્વ સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટનાને રાષ્ટ્રિય આફત જાહેર કરવા માંગ કરી છે.
30 જૂલાઈએ ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઈડથી મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના કેટલી ભચાનક હતી એ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 9માં દિવસે પણ સર્ચ ઓપરેશન જારી છે.

હવે વાયનાડ દુર્ઘટનાને લઈને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી કે વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત જાહેર કરે.
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં થોડા દિવસો પહેલા મારી બહેન સાથે વાયનાડની મુલાકાત લીધી અને આ દુર્ઘટનામાં લોકોનું દર્દ અને વેદના જોઈ. 200થી વધુ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ છે.
બચાવ કામગીરીના વખાણ કરતા રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે, હું કેન્દ્ર અને રાજ્ય સરકાર, NDRF, SDRF, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ, ફાયર વિભાગ અને અન્યના કામની પ્રશંસા કરવા માંગુ છું. પડોશી રાજ્યો કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા તરફથી મળેલી સહાયની પ્રશંસા કરવા માંગુ છું.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, આ એક મોટી દુર્ઘટના છે. હું કેન્દ્ર સરકારને વાયનાડ માટે એક વ્યાપક પુનર્વસન પેકેજ આપવા વિનંતી કરીશ, જેમાં આપત્તિ-પ્રતિરોધક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને સમુદાયોને મદદ કરવાનો સમાવેશ થાય છે. હું સરકારને વાયનાડને રાહત આપવા વિનંતી કરું છું. હું વિનંતી કરવા માંગુ છું કે ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
