Wayanad By-Election : પ્રિયંકા ગાંધી સામે મેદાનમાં ઉતરવાની હિંમત કરશે સ્મૃતિ ઈરાની? જાણો શું કહે છે સુત્રો?
Wayanad By-Election : રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી સાંસદ તરીકે રાજીનામું આપી દીધુ છે અને રાયબરેલીથી સાંસદ રહેવાનો નિર્ણય કર્યો છે. હવે વાયનાડથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.
કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વાયનાડથી પેટાચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ગાંધી પરિવારના વધુ એક સભ્ય દક્ષિણમાંથી ચૂંટણીના રાજકારણમાં આવવા જઈ રહ્યા છે.

ગાંધી પરિવારનો દક્ષિણ સાથે જૂનો સંબંધ છે. ઇન્દિરા ગાંધીએ 1978માં કર્ણાટકના ચિકમગલુરથી પેટાચૂંટણી જીતી હતી. આ પછી 1980માં ઈન્દિરા આંધ્રની મેડક સીટ પરથી જીત્યા હતા. 1999માં સોનિયા ગાંધીએ પણ દક્ષિણથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.
સોનિયા ગાંધીએ 1999 માં કર્ણાટકની અમેઠી અને બેલ્લારી બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. જો કે, બાદમાં તેમણે બેલ્લારી બેઠક છોડી દીધી હતી.
પ્રિયંકા ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા સહિત રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે કે આ બેઠક પરથી ભાજપ કોને ઉમેદવાર બનાવશે. એવી પણ ચર્ચા છે કે બીજેપી ડ્રામેબાજ નેતા સ્મૃતિ ઈરાનીને વાયનાડ બેઠક પરથી ઉતારી શકે છે.
સ્મૃતિ ઈરાની આ વખતે અમેઠીથી કેએલ શર્મા સામે લોકસભા ચૂંટણી હારી ગઈ છે પરંતુ 2019માં તેણીએ કોંગ્રેસના ગઢ અમેઠીથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા. આ સ્થિતિમાં ભાજપ આ બેઠક પરથી મેદાનમાં ઉતારીને ટક્કર રસપ્રદ બનાવી શકે છે.
ભાજપ ભૂતકાળમાં પણ ટિકિટને લઈને આશ્ચર્યજનક નિર્ણયો લેતું રહ્યું છે. 1999માં જ્યારે બેલ્લારીથી સોનિયા ગાંધીના ડેબ્યૂના સમાચાર સામે આવ્યા ત્યારે ભાજપે આ બેઠક પરથી સુષ્મા સ્વરાજને ટિકિટ આપીને ચૂંટણી સ્પર્ધાને રસપ્રદ બનાવી દીધી હતી.
આ સીટ પર સુષ્માએ સોનિયા ગાંધીને ટક્કર આપી હતી. જો કે આ ચૂંટણીમાં તેણી હારી ગઈ હતી. સોનિયા ગાંધીને 414000 વોટ મળ્યા હતા. જ્યારે સુષ્મા સ્વરાજને સાડા ત્રણ લાખથી વધુ મત મળ્યા હતા. સોનિયા ગાંધી લગભગ 56000 મતોથી આ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
