waqf amendment bill 2025 : વકફ બોર્ડની જમીન વેચી શકાય? જાણો શું કહે છે કાયદા?
waqf amendment bill 2025 : વકફનો અર્થ અલ્લાહના નામે દાનમાં આપવામાં આવેલી મિલકત થાય છે, જે માત્ર સખાવતી હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે. વકફની મિલકત દાન થઈ ગયા પછી માલિકી હક નષ્ટ થઈ જાય છે અને તે ફરીથી સામાન્ય મિલકત બની શકતી નથી.
ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ વકફ સુધારા બિલ રજૂ કર્યું, જે 12 કલાકની ચર્ચા પછી સવારે 2 વાગ્યે પસાર થયું. આ બિલને 288 મતો સાથે મંજૂરી મળી, જ્યારે 232 મતો વિપક્ષે આપ્યા. આઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બિલનો વિરોધ કરીને ફાડી નાખ્યું.

દેશભરમાં કુલ 32 વકફ બોર્ડ છે, જેમાં યુપી અને બિહારમાં અલગ શિયા વકફ બોર્ડ છે. વકફ બોર્ડ એક કાનૂની સંસ્થા છે જે વકફ મિલકતોનું સંચાલન કરે છે.
વકફ મિલકત વેચી શકાય?
- કાયદા મુજબ વકફની મિલકત કોઈ પણ પરિસ્થિતિમાં વેચી શકાતી નથી.
- વકફ બોર્ડ તેની જમીન ભાડે પણ આપી શકાતી નથી.
- આ મિલકત દાનનો હેતુ ધરાવે છે અને તેનો ઉપયોગ માત્ર જનહિત માટે થાય છે.
વકફ મિલકતનો ઉપયોગ મસ્જિદ, કબ્રસ્તાન, હોસ્પિટલ, શિક્ષણ સંસ્થાઓ, ગરીબો માટે આશરો અને અન્ય સમાજ કલ્યાણ માટે થાય છે. કોઈપણ વ્યક્તિ પોતાની જમીન, મકાન, ખેતર કે અન્ય સંપત્તિ વકફમાં આપી શકે છે.
વકફની મિલકત એકવાર દાન થઈ જાય પછી તેને વેચી શકાતી નથી. આ મિલકત માત્ર સામાજિક અને ધાર્મિક હેતુ માટે જ ઉપયોગમાં લેવાય છે. નવા વકફ સુધારા બિલ 2024થી તેના સંચાલનમાં સુધારો લાવવામાં આવ્યો છે, પરંતુ મિલકત વેચવાના મુદ્દે કોઈ ફેરફાર થયો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
