Train Accident: બક્સરમાં ટ્રેન અકસ્માત, બે ભાગમાં કપાઈ મગધ એક્સપ્રેસ
Bihar Magadh Express Train Accident: રેલવે અકસ્માત રોકાવાનું નામ નથી લઈ રહ્યા. બે દિવસ બાદ ફરી એક રેલ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રઘુનાથપુર સ્ટેશન પાસે ઇસ્લામપુર જતી મગધ એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે.
8 સપ્ટેમ્બરના રોજ બિહારના બક્સર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન પાસે ઇસ્લામપુર જતી મગધ એક્સપ્રેસનું કપલિંગ તૂટી ગયું હતું, જેના કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. આ ટ્રેન અકસ્માત સવારે લગભગ 11.08 કલાકે થયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી.

ડુમરાઓના ડીએસપી અફાક અખ્તર અંસારીએ જણાવ્યું હતું કે, કપલિંગને કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ટ્રેનના તમામ મુસાફરો સુરક્ષિત છે. કપલિંગ કેમ તૂટ્યું તે તપાસનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) સરસ્વતી ચંદ્રાએ ઘટનાની પુષ્ટિ કરી છે.
રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, બક્સર ટ્રેન દુર્ઘટના કેવી રીતે થઈ? - પરિણામ એ આવ્યું કે એસ-7 કોચ અને એસી કોચ આગળ વધતા રહ્યા, જ્યારે એસ-7ની પાછળના કોચ બંધ થઈ ગયા હતા. લોકો પાયલટને આ વાતની જાણ થતાં જ તેણે ટ્રેન રોકી દીધી હતી.
પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ) શરસ્વતી ચંદ્રાએ જણાવ્યું હતું કે, નવી દિલ્હીથી ઈસ્લામપુર જઈ રહેલી મગધ એક્સપ્રેસ (20802)નું કપલિંગ તૂટી ગયું હતું, જેના કારણે ટ્રેન તુરીગંજ અને રઘુનાથપુર રેલવે સ્ટેશનોમાં બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી.
બચાવ દળોની સાથે ટેકનિકલ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને અધિકારીઓ તેને વહેલી તકે ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવશે.
#WATCH | Bihar: The coupling of the Islampur-bound Magadh Express broke near Raghunathpur station in Buxar district today, splitting it into two parts.
— ANI (@ANI) September 8, 2024
Dumraon DSP Afaq Akhtar Ansari says, "The train split into two parts due to the coupling. All passengers are safe. It is a… pic.twitter.com/UyLZXwvo9q
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
