Tirupati Stampede : તિરૂપતિ મંદિર નાસભાગને લઈને ચંદ્રાબાબુ નાયડુ એક્શનમાં, જાણો શું કહ્યું?
Tirupati Stampede : આંધ્રપ્રદેશના જગ વિખ્યાત તિરૂપતિ મંદિરમાં નાસભાગ થતા 65 લોકોના જીવ ગયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘટના બાદ આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકાર એક્શનમાં આવી છે. સીએમ નાયડુએ કહ્યું કે જવાબદારોને માફ કરી શકાય નહીં.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટિકિટ વિતરણ કેન્દ્રો પર થયેલી નાસભાગ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અધિકારીઓ અને નેતાઓ સાથે બૈરાગીપટ્ટી ખાતે જ્યાં ભાગદોડ થઈ હતી તે વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું.
મુખ્યમંત્રી નાયડુએ તિરુપતિ જિલ્લા કલેક્ટર, એસપી અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના જેઈઓ ગૌતમી સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને ડઝનબંધ અન્ય લોકો ઘાયલ થયા, આ એક અક્ષમ્ય ભૂલ હતી. પ્રક્રિયા મુજબ કામ હાથ ધરવા આદેશો જારી કરવામાં આવ્યા હતા.
અધિકારીઓને પૂછવામાં આવ્યું છે કે જ્યારે તે ફક્ત 2,000 લોકોને સમાવી શકે તેમ હતા ત્યારે 2,500 લોકોને કેવી રીતે મંજૂરી આપી?
તેમણે પૂછ્યું કે, ટિકિટ વિતરણ કેન્દ્રો પર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ દ્વારા કઈ સાવચેતી રાખવામાં આવી? ટિકિટ વિતરણ કેન્દ્રો પર નાસભાગ અટકાવવા માટે તેમણે અગાઉ કયા પગલાં લીધાં?
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આટલા બધા અધિકારીઓ હોવા છતાં ટિકિટ વિતરણ પ્રક્રિયા યોગ્ય રીતે કેમ ન થઈ શકી? તેમણે પૂછ્યું કે કેટલી ટિકિટ ઓફલાઇન જારી કરવામાં આવી અને કેટલી ઓનલાઇન? ભાગદોડ પછી અધિકારીઓ પર ઘણા સવાલ ઉઠ્યા છે.
આમાં એમ્બ્યુલન્સ કયા સમયે ઘટનાસ્થળે પહોંચી તે પણ સામેલ છે. તેમણે એ વાત પર ઊંડો ગુસ્સો વ્યક્ત કર્યો કે જ્યારે ટિકિટ માટે ભક્તોની ભીડ વધી રહી હતી ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા હતા?
અહીં ચંદ્રાબાબુ નાયડુએ અધિકારીઓને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવા સલાહ પણ આપી. જેમણે જવાબદારી લીધી છે તેમણે તેને યોગ્ય રીતે નિભાવવા પણ આદેશ કરાયા છે. સીએમ નારાજ હતા કે ભક્તોને મર્યાદાથી આગળ કેમ જવા દેવામાં આવે છે? અધિકારીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભક્તોને બહાર જવા દેતી વખતે સાવધાની રાખવી જોઈએ.
ઘટનાસ્થળના નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રીએ TTDના સંયુક્ત કાર્યકારી અધિકારી (આરોગ્ય અને શિક્ષણ) એમ ગૌતમી પાસેથી ઘટના અંગે જવાબ માંગ્યો. આ બાદ તેમણે શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઇયા સરકારી હોસ્પિટલ અને શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SVIMS) હોસ્પિટલમાં ઘાયલ ભક્તોની મુલાકાત કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
