ટાઈમ્સ નાઉ- VMR સર્વેઃ મોદી સરકારની ફરી વાપસી, NDAને મળશે પૂર્ણ બહુમત
મોદી સરકારની ફરી વાપસી, NDAને મળશે પૂર્ણ બહુમતઃ સર્વે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ફતેહ હાંસલ કરવા માટે ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો કમર કસી રહ્યા છે. એક અઠવાડિયા પહેલા ચૂંટણીની તારીખના એલાન બાદ ચૂંટણી પ્રચારમાં તેજી આવી છે. ટાઈમ્સ નાઉ વીએમઆરના તાજા સર્વે મુજબ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને હાથે ફરી એકવાર સત્તા આવી શકે છે. નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએને પૂર્ણ બહુમત મળતું જણાઈ રહ્યું છે. જ્યારે યૂપીએ 200નો આંકડો નહિ અડી શકે.

એનડીએને પૂર્ણ બહુમત
ટાઇમ્સ નાઉ- VMR સર્વેના તાજા સર્વે મુજબ લોકસભા ચૂંટણીમાં એનડીએને 283 સીટ મળવાના અણસાર છે. લોકસભામાં કુલ 543 સીટ છે અને બહુમતીનો આંકડો 272 છે. એવામાં એનડીએને પૂર્ણ બહુમત આ સર્વેમાં મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ યૂપીએ 135 સીટમાં સમેટાતું દેખાઈ રહ્યું છે. પાછલા સર્વેમાં એનડીએ બહુમતીથી 21 સીટ દૂર હતું. આ ર્વે જાન્યુઆરીમાં કરાવવામાં આવ્યો હતો.

વચ્ચગાળાના બજેટ અને બાલાકોટથી ફાયદો
આ સર્વેમાં કુલ 16931 લોકોએ ભાગ લીધો. આ સર્વેમાં હાલની મોદી સરકારને વચગાળાના બજેટ અને બાલાકોટમાં કરેલ એરસ્ટ્રાઈકનો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વચગાળાના બજેટમાં સરકારને ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી. સરકારે આવક સીમા વધારી 5 લાખ રૂપિયા કરી દીધી છે. જેનો પહેલો હફ્તો ખેડૂતોના ખાતામાં આવતો પણ શરૂ થઈ ગયો છે. ઉપરાંત પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણે બોમ્બ વરસાવ્યા હતા.

યૂપીમાં નુકસાન તો બંગાળમાં ફાયદો
આ સર્વે મુજબ ઉત્તર પ્રદેશમાં સપા-બસપા સાથે આવવાથી પાર્ટી 43 સીટ પર સમેટાઈ શકે છે. મહાગઠબંધનના ખાતામાં 36 અને કોંગ્રેસને 2 સીટ મળવાની અપેક્ષા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં પાર્ટીને 11 સીટ મળી શકે છે જે મોટી સફળતા ગણાશે. પ્રદેશમાં લેફ્ટ અને કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થઈ શકે છે. આ દિવસોમાં કોઈપણ સીટ મળતી નથી દેખાતી. જ્યારે એનડીએ બિહારમાં પણ મહાગઠબંધનથી આગળ દેખાઈ રહ્યું છે. એનડીએને ચૂંટણીમાં 27 સીટ મળી શકે છે જ્યારે યૂપીએને 13 સીટ મળે તેવી અપેક્ષા છે.

દિલ્હીમાં ક્લીન સ્વીપ
દિલ્હીમાં ભાજપ વર્ષ 2014ની જેમ જ 2019માં પણ ક્લીન સ્વીપ કરી રહી છે. અહીંની સાતેય સીટ પર કમળ ખીલે તેવી ઉમ્મીદ છે. કોંગ્રેસ-આપને ફરી એકવાર ભાજપથી ધોબીપછાળ ખાવી પડી શકે છે. મધ્ય પ્રદેશમાં ભાજપ 22 અને રાજસ્થાનમાં 20 સીટ જીતી શકે છે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસે માત આપી હતી. પરંતુ હવે તે અસર ખતમ થઈ હોય તેવું જણાઈ રહ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
