નવા સંસદ ભવનને નવુ નામ અપાઈ શકે, જાણો શું હોઈ શકે છે નામ?
લોકશાહીની પરંપરાઓને નજરઅંદાજ કરીને રાષ્ટ્રપતિની જગ્યાએ ખુબ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. 28 મેંના રોજ ઉદઘાટન થાય તે પહેલા હવે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મોદી સરકારે કરોડોના ખર્ચે નવુ સંસદ ભવન બનાવ્યુ છે. આ સંસદ ભવનનું 28 મેંના રોજ ઉદઘાટન થવા જઈ રહ્યું છે. આ સંસદ ભવનમાં ભારતને આઝાદ કરાવનારા મોટા નેતાઓની પ્રતિમાઓ જોવા મળશે. હવે અહેવાલો આવી રહ્યા છે કે આ સંસદ ભવનને નવુ નામ અપાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર વિપક્ષી પાર્ટીઓના વિરોધ વચ્ચે ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે હવે આ સંસદ ભવનને નવુ નામ આપી શકે છે. જો કે હજુ સુધી આ નામની જાહેરાત કરાઈ નથી. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કર્યુ હતું.
અહેવાલો અનુસાર, નવી સંસદમાં ત્રણ પ્રવેશદ્વાર હશે અને તેના અલગ અલગ નામ અપાયા છે.આ ત્રણ દ્વાર જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર તરીકે ઓળખાશે. વર્તમાન સંસદના પ્રવેશદ્વારો સંખ્યાત્મક રીતે ગેટ નંબર 1, 2 અને 3થી ઓળખાશે.
હાલ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટે તમામ તૈયારીઓ પુરી કરી દેવાઈ છે. ઉદઘાટન કાર્યક્રમની મોકડ્રીલ પણ કરવામાં આવી હતી.
એક તરફ સરકાર નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવા જઈ રહી છે તો બીજી તરફ દેશની તમામ મોટી વિપક્ષી પાર્ટીઓએ સમારોહનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે પીએમ મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંસદ ભવનનું ઉદઘાટન કરે.
આ નવા સંસદ ભવનને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે તૈયાર કર્યુ છે. 1200 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ સંસદ ભવનમાં 1224 સાંસદો બેસી શકે તેટલી વ્યવસ્થા છે. આ સિવાય દરેકના ટેબલ પર મતદાન અને કાર્યવાહીને લગતી બાબતો માટે હાઇટેક વ્યવસ્થા કરવામાં આવી છે. નવી સંસદ ભવનમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
