હેગડેના નિવેદન પર કોંગ્રેસ સમર્થકની પોસ્ટ, ‘લો અડ્યો હિંદુ છોકરીને...શું કરી લેશો?'
કોંગ્રેસ સમર્થક સહસીન પૂનાવાલાએ ટ્વીટર પર પોતાની પત્ની મોનિકા વડેરા સાથે ફોટો શેર કર્યો છે.
કોંગ્રેસ સમર્થક સહસીન પૂનાવાલાએ ટ્વીટર પર પોતાની પત્ની મોનિકા વડેરા સાથે ફોટો શેર કર્યો છે. વાસ્તવમાં આ ફોટો કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી અનંત હેગડેના એક નિવેદનનો જવાબ છે. આ ફોટો સાથે પૂનાવાલાએ જે લખ્યુ છે તેના કારણે તે ચર્ચામાં આવી ગયા છે. તહસીન પૂનાવાલા હેગડેને જવાબ આપવા ઈચ્છતા હતા.
|
તહસીન પૂનાવાલાએ પત્નીના ફોટા સાથે લખ્યુ કંઈક આવુ
કોંગ્રેસના સમર્થક કહસીન પૂનાવાલાએ પત્ની મોનિકા વડેરા સાથે જે ફોટો શેર કર્યો છે તેમાં તે મોનિકાના ખભા પર હાથ રાખેલો છે અને તે ખુરશી પર બેઠી છે. અને કેપ્શનમાં લખ્યુ છે - ‘અનંત હેગડેજી મારા હાથોએ એક હિંદુ છોકરીને સ્પર્શી લીધી છે, હવે તમે જે કરવા ઈચ્છો તે કરો. મારી હિંમત જુઓ સર.' તમને જણાવી દઈએ કે મોનિકા વડેરા રૉબર્ટ વાડ્રાની કઝિન છે.
|
અનંત કુમાર હેગડેએ આપ્યુ હતુ આ વિવાદિત નિવેદન
હાલમાં જ કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી અનંત કુમાર હેગડેએ કર્ણાટકના કોડાગુમાં એક રેલીમાં કહ્યુ હતુ કે ‘આપણે આપણા સમાજની પ્રાથમિકતાઓ વિશે વિચારવુ પડશે. આપણે જાતિ વિશે ન વિચારવુ જોઈએ. જે હાથ હિંદુ છોકરીને સ્પર્શે તે રહેવો ન જોઈએ.' હેગડેના આ નિવેદનથી હોબાળો મચી ગયો હતો અને આના જવાબમાં હવે તહસીન પૂનાવાલાએ આ ટ્વીટ કર્યુ છે.
|
દિનેશ ગુંડુરાવની ટીકા પર હેગડેએ શું કહ્યુ?
હેગડેના વિવાદિત નિવેદન બાદ તેમની ઘણી ટીકા થઈ રહી છે. આ કડીમાં કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડુરાવ પણ તેમની સાથે ટ્વિટર પર ભિડાઈ ગયા. ગુંડુરાવે હેગડે પાસે કર્ણાટકના વિકાસમાં તેમના યોગદાન અને ઉપલબ્ધિઓનું વિવરણ માંગ્યુ તો હેગડે ભડકી ગયા. તેમણે જવાબ આપ્યો - ‘હું મારી ઉપલબ્ધિઓ વિશે જરૂર જણાવીશ પરંતુ શું તે પહેલા ગુંડુરાવ જણાવશે કે તેમની ઉપલબ્ધિ શું છે. હું તો એ જ જાણુ છુ કે તે મુસ્લિમ છોકરીની પાછળ ભાગતા હતા.' તમને જણાવી દઈએ કે ગુંડુરાવની પત્ની તબુ રાવ મુસ્લિમ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
