ગાડી પર હુમલો થયો તો સુવેન્દુ અધિકારી બોલ્યા - TMC બંગાળમાં આતંકનો માહોલ બનાવવા માંગે છે, કયાં છે સુરક્ષા?
સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલાનો આરોપ ટીએમસી કાર્યકર્તાઓ અને સમર્થકો પર લાગ્યો છે.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021માં ટીએમસીએ ધમાકેદાર જીત મેળવી છે. બંગાળની ચૂંટણી સૌથી હાઈ પ્રોફાઈલ સીટ નંદીગ્રામથી સીએમ મમતા બેનર્જી હારી ગયા છે. ટીએમસી છોડીને ભાજપમાં શામેલ થનાર સુવેન્દુ અધિકારી નંદીગ્રામ જીતી ગયા છે. મમતા બેનર્જીએ રવિવારે(2 મે) મીડિયા સાથે વાત કરીને નંદીગ્રામમાં પોતાની હાર સ્વીકાર કરી લીધી છે પરંતુ ટીએમસી કાર્યકર્તાઓ અને સમર્થકો મમતા બેનર્જીની હાર પર ભડકી ઉઠ્યા છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની કાર પર હલ્દિયામાં બદમાશોએ હુમલો કર્યો. સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલાનો આરોપ ટીએમસી કાર્યકર્તાઓ અને સમર્થકો પર લાગ્યો છે. સુવેન્દુ અધિકારીના કાફલા ઉપરાંત મીડિયાના પ્રોફેશનલ વાહનો પર પણ હુમલો કરવામાં આવ્યો. ઘટના બાદ સ્થળ પર રેપિડ એક્શન ફોર્સ અને ક્યુઆરટી ટીમે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો.

સુવેન્દુ અધિકારી બોલ્યા - પશ્ચિમ બંગાળમાં સુરક્ષા ક્યાં છે?
આ હુમલા બાદ સુવેન્દુ અધિકારીએ કહ્યુ છે કે તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) પશ્ચિમ બંગાળમાં આંતકનો માહોલ બનાવે છે અને એવુ જ ઈચ્છે છે. આજે હલ્દિયામાં મારી કાર પર ટીએમસીના લોકોએ પત્થર ફેંક્યા, કારના કાચ તોડવાની કોશિશ કરી. હવે તમે જ વિચારે જ્યારે એક જનપ્રતિનિધિને આવી ઘટનાઓનો સામનો કરવો પડે તો સામાન્ય જનતાના શું હાલ છે? બંગાળમાં સામાન્ય લોકોની કેટલી સુરક્ષા છે, એ એક મોટો સવાલ છે.
જીત માટે સુવેન્દુએ કર્યુ ટ્વિટ અને પછી થયો હુમલો!
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ સુવેન્દુ અધિકારીના કાફલા પર હુમલો તેમના ટ્વિટની થોડી વાર પછી થયો. સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ જીત માટે લોકોનો આભાર માનવા માટે ટ્વિટ કર્યુ હતુ. આ ટ્વિટની થોડી વાર પછી હલ્દિયામાં તેમની કાર પર પત્થરમારો કરવામાં આવ્યો. સુવેન્દુ અધિકારીએ ટ્વિટ કર્યુ હતુ, 'તમારા પ્યાર, વિશ્વાસ, આશીર્વાદ અને સમર્થન માટે નંદીગ્રામના લોકોનો ખૂબ-ખૂબ આભાર. મને નંદીગ્રામથી તેમના પ્રતિનિધિ અને ધારાસભ્ય તરીકે ચૂંટવા માટે તમારા સૌનો આભાર. તમારા સૌનુ કલ્યાણ થાવ, હું વાસ્તવમાં તમારો આભારી છે.'
હલ્દિયામાં ટીએમસી અને ભાજપ સમર્થક પરસ્પર ભીડાયા
અમુક ટીવી ચેનલોએ દાવો કર્યો છે કે નંદીગ્રામથી સુવેન્દુ અધિકારીની જીત બાદ હલ્દિયામાં ટીએમસી અને ભાજપ સમર્થક પરસ્પર ભીડાઈ ગયા હતા. આ દરમિયાન ટીએમસીના સમર્થકોએ સુવેન્દુ અધિકારીની કાર પર પત્થરબાજી કરી દીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે સુવેન્દુ અધિકારીની જીત બાદ ટીએમસીના સમર્થકોએ કાઉન્ટીંગ સેન્ટર પર જોરદાર નારેબાજી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
