બોર્ડર પર અમન અને શાંતિ શિવાય ચીન સાથે સંબંધો સુધરી શકશે નહી: એસ જયશંકર
ચીન સાથેના સરહદી વિવાદને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પૂર્વ લદ્દાખમાં સરહદી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની કોઈપણ આશા અસરકારક સાબિત થઈ શકે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે ભારત પણ ચીન સાથે સંબંધો સુધારવા માંગે છે, પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે સરહદી વિસ્તારોમાં શાંતિનું વાતાવરણ હોય. આવી સ્થિતિમાં જ્યાં સુધી બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી બંને દેશ આગળ વધી શકશે નહીં.

મોદી સરકારના નવ વર્ષ પૂરા થવાના અવસરે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન એકમાત્ર મુખ્ય શક્તિ કેન્દ્ર છે જેની સાથે ભારતના સંબંધો તાજેતરના સમયમાં આગળ વધ્યા નથી. તેમણે કહ્યું કે બંને દેશોએ પીછેહઠનો રસ્તો શોધવો પડશે. ભારત કોઈપણ પ્રકારની ગુંડાગીરી કે ઉશ્કેરણીજનક કાર્યવાહીથી પ્રભાવિત થતું નથી. બંને પક્ષોએ સૈનિકોને પાછા ખેંચવાના માર્ગો શોધવા પડશે.
ચીન સાથેના સંબંધો પર સવાલોના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે એ વાત સાચી છે કે સંબંધોને અસર થાય છે અને અસર થતી રહેશે. 2020 સૈનિકોની અથડામણનો ઉલ્લેખ કરતા, વિદેશ મંત્રીએ કહ્યું કે સરહદ પર આ પ્રકારની ઉગ્રતા હિંસા તરફ દોરી શકે છે. અમે ચીન સાથે સંબંધો સુધારવા માંગીએ છીએ, પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે સરહદી વિસ્તારોમાં શાંતિ અને અમન હશે.
સાથે જ તેમણે કહ્યું કે ભારત અને ચીન પાડોશી અને મોટી અર્થવ્યવસ્થાના દેશો છે, જેમના સારા સંબંધો હોવા જરૂરી છે. પેંગોંગ લેક વિસ્તારમાં હિંસક અથડામણ બાદ પૂર્વી લદ્દાખ સરહદ પર અથડામણ વધી હતી. આ પછી બંને પક્ષો વચ્ચે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટોની શ્રેણી શરૂ થઈ.
ચીન સિવાય ભારતના તમામ મોટા દેશો અને મોટા જૂથો સાથે સારા સંબંધો છે. ચીને 2020માં સરહદી વિસ્તારોમાં સેના ખસેડવાના કરારને જાણી જોઈને તોડ્યો હતો, જેના કારણે અમને પણ આવું કરવાની ફરજ પડી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
