Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન

Madhavi Raje Scindia Passed Away: કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. રાજમાતા માધવી રાજે સિંધિયાને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આવતીકાલે એટલે કે 16 મેના રોજ ગ્વાલિયરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા.

Madhavi Raje Scindia Passed Away

સૂત્રએ જણાવ્યું કે, રાજમાતા માધવી રાજે સિંધિયા છેલ્લા ત્રણ મહિનાથી મોટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ન્યુમોનિયા તેમજ સેપ્સિસથી પીડિત હતા.

છેલ્લા કેટલાક દિવસોથી રાજમાતાની તબિયત સતત બગડી રહી હતી. તેમને AIIMSમાં વેન્ટિલેટર પર હતી. તે સેપ્સિસની સાથે ન્યુમોનિયાથી પીડિત હતા. છેલ્લા કેટલાક દિવસોમાં રાજમાતાની તબિયત વધુ બગડતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.

રાજમાતાના નિધન બાદ તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. જે બાદ ગુરુવારના રોજ અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા રાજમાતાની તબિયત વધુ લથડી હતી. જે બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા, તેમની પત્ની પ્રિયદર્શિની રાજે અને પુત્ર મહાઆર્યમન સિંધિયાએ ચૂંટણી પ્રચાર અધવચ્ચે છોડીને દિલ્હી જવું પડ્યું હતું.

જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની પત્ની અને પુત્ર છેલ્લા એક મહિનાથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ લોકો છેલ્લા એક મહિનાથી ગુના-અશોકનગર અને શિવપુરીમાં હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X