Rajasthan Lok sabha Election 2024: ઈવીએમમાં મારા નામ પર લગાવેલી છે પટ્ટી, રવિન્દ્ર ભાટીનો આરોપ
Rajasthan Lok sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં રાજસ્થાનની હોટ સીટ બાડમેર-જેસલમેર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટીએ ચૂંટણીમાં ગેરરીતિ થઇ રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
રવિન્દ્ર સિંહ ભાટીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, બૈતુ એસેમ્બલીની અંદર મારા એજન્ટોને બૂથની બહાર ફેંકી દેવામાં આવી રહ્યા છે, અને વોટિંગ મશીનમાં મારા નામ પર પટ્ટી લગાવી દેવામાં આવી રહી છે. આ કેવા પ્રકારની લોકશાહી છે? આખરે વહીવટીતંત્ર કોના દબાણમાં કામ કરી રહ્યું છે?
ગંભીર આરોપો લગાવવા ઉપરાંત રવિન્દ્ર સિંહ ભાટીએ બાડમેર પોલીસ સાથે દલીલનો વીડિયો શેર કર્યો છે. જોકે પોલીસે રવિન્દ્ર ભાટીના આરોપોને ફગાવી દીધા છે.
પોલીસ અને પ્રશાસને જણાવ્યું હતું કે, બાડમેર સંસદીય ક્ષેત્રમાં આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી. પોલીસ મોબાઇલ પાર્ટી અને સુપરવાઇઝરી અધિકારીઓ સતત બૂથની મુલાકાત/નિરીક્ષણ કરી રહ્યા છે. મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાડમેર-જેસલમેર સીટ પર ભાજપના કૈલાશ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર રામ બેનીવાલ અને અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી વચ્ચે જોરદાર ટક્કર છે. રવિન્દ્ર ભાટી શિવ સીટ પરથી અપક્ષ ધારાસભ્ય છે. આ અગાઉ તેઓ ભાજપમાં હતા. ટિકિટ ન મળતા તેઓએ બળવો કર્યો હતો.
સવારે 11 વાગ્યે કેટલા ટકા મતદાન થયું?
- અજમેર- 24.43,
- બાંસવાડા-30.04,
- બાડમેર-29.58,
- ભીલવાડા-25.15,
- ચિત્તોડગઢ-26.48,
- જાલોર-સિરોહી-28.50,
- ઝાલાવાડ-બારણ-28.88,
- જોધપુર-25.75,
- કોટા-28.30,
- પાલી-24.62,
- રાજસમંદ-25.58,
- ટોંક-સવાઈ માધોપુર-24.00,
- ઉદયપુર-27.46
@DmJaisalmer @ECISVEEP @election_raj @arvindchotia @BarmerDm pic.twitter.com/xEfXdq8JOr
— Mahendra Singh Munabao (@MahendraMunabao) April 26, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
