Rajasthan Election Result : કોણ છે 71 હજારથી વધુ મતોથી જીતનારી રાજકુમારી દિયા કુમારી?
રાજસ્થાનના જયપુરની વિદ્યાધરનગર વિધાનસભા બેઠક પર બીજેપીએ બમ્પર જીત મેળવી છે. રાજસ્થાનના રાજવી પરિવારની રાજકુમારી દિયા કુમારીએ ભારે બહુમતીથી જીત મેળવી છે.
ચૂંટણી પંચના સત્તાવાર આંકડા અનુસાર, દિયા કુમારીએ 71 હજાર 368 મતોથી જીત મેળવી છે. હવે તે સાંસદમાંથી ધારાસભ્ય બની છે. દિયા કુમારીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા સીતારામ અગ્રવાલને હરાવ્યા છે.

દિયા કુમારીને 1 લાખ 58 હજાર 516 વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસના નેતા સીતારામ અગ્રવાલને 87 હજાર 148 વોટ મળ્યા છે. આ સિવાય આ સીટ પર આમ આદમી પાર્ટીના ડો.સંજય બિયાણીને માત્ર 780 વોટ મળ્યા છે. આ સીટ પર લોકોએ NOTAને 1568 વોટ મળ્યા છે, જે અન્ય પાર્ટીના નેતાઓ કરતા વધુ છે.
પોતાની જીત બાદ દિયા કુમારીએ લોકોના પુષ્કળ સમર્થન બદલ આભાર માન્યો. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, વિદ્યાધર નગર ભાજપમય બન્યુ. વિદ્યાધર નગર વિધાનસભા મતવિસ્તારના મારા પરિવારના તમામ સભ્યો! લોકશાહીના મહાન તહેવારમાં મને તમારો પ્રેમ, આશીર્વાદ અને મૂલ્યવાન સહયોગ આપવા બદલ મારા હૃદયથી તમારો આભાર. હું વચન આપું છું કે હું તમારા દરેક સુખ-દુઃખમાં તમારો સાથ આપીશ, તમારા પ્રતિનિધિ તરીકે નહીં પણ પરિવારના સભ્ય તરીકે રહીશ. મને વિશ્વાસ છે કે અમે સાથે મળીને પ્રદેશના વિકાસનો નવો પાયો નાખીશું.
દિયા કુમારીનો જન્મ 30 જાન્યુઆરી 1971ના રોજ જયપુર રજવાડાના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાને ત્યાં થયો હતો. દિયા કુમારી રાજસ્થાનના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. દિયા કુમારી જયપુર રજવાડાના છેલ્લા શાસક મહારાજા માન સિંહ બીજાની પૌત્રી છે. દિયા કુમારી એક ભારતીય રાજકારણી છે. વિદ્યાધર નગર સીટથી ધારાસભ્ય બનતા પહેલા દિયા કુમારી રાજસમંદ સંસદીય સીટથી સાંસદ હતા. દિયા કુમારી ભારતીય જનતા પાર્ટીના નેતા છે. દિયા કુમારીના પિતા ભારતીય આર્મી ઓફિસર અને હોટેલિયર ભવાની સિંહ છે અને માતાનું નામ પદ્મિની દેવી છે.
દિયા કુમારીએ મોર્ડન સ્કૂલ નવી દિલ્હી, સોમાની મેમોરિયલ સ્કૂલ મુંબઈ અને મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલ, જયપુરમાં અભ્યાસ કર્યો છે. તેમણે 1989માં લંડનની ચેલ્સી સ્કૂલ ઓફ આર્ટસમાંથી ફાઈન આર્ટસમાં ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
